<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

કાલે પૂ. મોરારીબાપુના હસ્‍તે હરીન્‍દ્ર દવે સ્‍મૃતિ પારિતોષિક અર્પણ સમારોહ

 

મંજીલનો રાહ લીધો, સહારા મળી ગયા, મેં આદરી સફર ને કિનારા મળી ગયા...

સાહિત્‍ય માટે કવિ કૃષ્‍ણ દવે, કલા માટે સુરેશ જોશી અને પત્રકારત્‍વ માટે ભાર્ગવ પરીખનું સન્‍માન કરાશે

હરીન્‍દ્ર દવે                 કૃષ્‍ણ દવે               સુરેશ જોશી                   ભાર્ગવ પરીખ

રાજકોટ, તા., ર૮: કાલે તા. ર૯ ને શુક્રવારે સાંજે પ વાગ્‍યે પૂ. મોરારીબાપુના હસ્‍તે હરીન્‍દ્ર દવે સ્‍મૃતિ પારિતોષિક અર્પણ સમારંભ યોજાશે.

હરીન્‍દ્ર દવે મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા કાલે ર૦ર૩નો હરીન્‍દ્ર દવે સ્‍મૃતિ પારિતોષિક સાહિત્‍ય માટે અમદાવાદના કવિ કૃષ્‍ણ દવે, કલા માટે મુંબઇના સુરેશ જોશી અને પત્રકારત્‍વ માટે અમદાવાદના ભાર્ગવ પરીખનું સન્‍માન કરવામાં આવશે.

કાલે તા.ર૯ને શુક્રવારે સાંજે પ વાગ્‍યે કે.જી.ધોળકીયા સ્‍કુલ સભાગૃહ, મહાપુજા ચોક ધામ, બાલાજી હોલ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે યોજાનાર આ કાર્યક્રમનું સંચાલન નિતીન વડગામા અને હિતેન આનંદપરા કરશે.

સાહિત્‍ય રસીકોને ઉપસ્‍થિત રહેવા ચેરમેન નવિનભાઇ દવે, ટ્રસ્‍ટીઓ રોહીત પટેલ, કું઼દન વ્‍યાસ, રમેશ પુરોહીત, હિતેન આનંદપરા, ગોપાલ દવે, સ્‍નેહલ મુઝુમદાર, મુકેશ જોશી સહિતનાએ આમંત્રણ પાઠવ્‍યું છે.  કવિ કૃષ્‍ણ દવે (મો. ૯૪ર૬પ ૬૩૩૮૮) (૪.૩૨)

(3:52 PM IST)