News of Thursday, 28th November 2024
બાલાજી હોલ નજીક ન્યુ રાજદિપ સોસાયટીમાંથી અંકુર ઉર્ફ બાડાને એમડી ડ્રગ્સ સાથે શહેર એસઓજીએ દબોચ્યો
૧.૨૪ લાખનું એમડી કબ્જેઃ મજૂરી કામ કરતો શખ્સ આ પદાર્થ ક્યાંથી લાવ્યો તેની તપાસઃ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ માજીરાણા, એએસઆઇ ડી. બી. ખેરની ટીમની કાર્યવાહીઃ ઇન્દ્રસિંહ અને દિગુભાની બાતમીઃ

રાજકોટ તા. ૨૮: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ ઝડપી લેવામાં સફળતા મેળવી છે. દોઢસો ફુટ રીંગ રોડ બાલાજી હોલ નજીક ન્યુ રાજદિપ સોસાયટી મેઇન રોડ પર પી. પટેલ પ્રોવીઝન સ્ટોર પાસે રોડ પરથી અંકુર ઉર્ફ બાડો કિરીટભાઇ સંચાણીયા (ઉ.વ.૨૭-રહે. પ્રજાપતિ સોસાયટી-૩/૬, કુળદેવી મકાન, ઓમનગર પાસે ૪૦ ફુટ રોડ)ને શહેર એસઓજીએ રૂા. ૧,૨૪,૧૦૦ના એમડી ડ્રગ્સ સાથે પકડી લઇ રોકડા રૂા. ૫૦૦, ૧૦ હજારનો મોબાઇલ પણ કબ્જે લીધો છે.
શહેરનું યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે માદક પદાર્થનું દૂષણ અટકાવવાની કામગીરી માટે શહેર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા અને દિગ્વીજયસિંહ ગોહિલને બાતમી મળતાં અંકુર ઉર્ફ બાડાને એમડી ડ્રગ્સ સાથે પકડી લેવાયો હતો. આ શખ્સ અગાઉ પણ એકાદ બે ગુનામાં પોલીસ ચોપડે ચડેલો છે. રાજસ્થાન તરફથી લાવ્યાનું રટણ કરે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ એમ. બી. માજીરાણા, એએસઆઇ ધર્મેશભાઇ બી. ખેર, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, લોકરક્ષક દિવ્યરાજસિંહ રહેવરે આ કામગીરી કરી હતી. પદાર્થનું પ્રાથમિક પરિક્ષણ એફ.એસ.એલ. અધિકારી કે. એમ. તાવીયાએ કર્યુ હતું. (૧૪.૧૫)
જુનિયર ટપુ જેનીશ બુદ્ધદેવે રાજકોટમાં રામકથાનું રસપાન કર્યુ
રાજકોટ : નાની ઉંમરે મોટી સફળતા પામનાર અને માત્ર ૧૮ વર્ષેની ઉંમરે ગુજરાતી ફિલ્મ જગત તથા હિન્દી સિરીયલ કલાકારમાં આગવું સ્થાન પ્રાપ્ત કરનાર જેનીશ બુદ્ધદેવએ આજે સદભાવના વળદ્ધાશ્રમ દ્વારા આયોજીત પૂજ્ય મોરારીબાપુની રામકથામાં આમંત્રણનું માન આપીને હાજરી આપી હતી.
રાજકોટના રઘુવંશી સમાજના ગૌરવ જેનિશ બુદ્ધદેવે જણાવેલ કે પૂજ્ય બાપુની રામકથામાં ઉપસ્થિત રહી બાપુની કથા સાંભળીને હું ધન્યતા અનુભવુ છું. ચાલુ શૂટિંગમાં બ્રેક લઈને સ્પેશ્યલ મુંબઈ થી રાજકોટ મોરારીબાપુની રામકથા સાંભળવા માટે આવ્યા છું. પૂજ્ય મોરારીબાપુએ પણ જેનીશને પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવી કારકિર્દી બનાવે એવા સ્વમુખે આશીર્વાદ આપ્યાં છે.
(3:53 PM IST)










