News of Thursday, 28th November 2024
રાજકોટને લીલુછમ બનાવાશેઃ પાંચ લાખ વૃક્ષો વવાશે
કલાઇમેટ ચેન્જ વિષય પર હૈદરાબાદમાં બે દિ'નો રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર : આ કોન્ફરન્સમાં નયનાબેન પેઢડિયા તથા કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરા ભાગ લેશે

રાજકોટ તા. ૨૮ : ધ નેશનલ બાયો ડાયવર્સિટી ઓથોરિટી અને રાજકોટ મહાનગરપાલિકા સાથે ભાગીદારી ધરાવતી એજન્સી ઇકલી સાઉથ એશિયાના સંયુક્ત ઉપક્રમે હૈદરાબાદ શહેર ખાતે તા.૨૯ અને તા.૩૦ નવેમ્બર ૨૦૨૪ના રોજ ‘ક્લાઈમેટ ચેન્જ એન્ડ અર્બન બાયોડાયવર્સિટી' વિષય અન્વયે નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ નેશનલ કોન્ફરન્સમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા અને વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરા ઉપસ્થિત રહેશે.
આ નેશનલ કોન્ફરન્સમાં શહેરી જૈવ-વિવિધતાના ક્ષેત્રમાં રાજ્ય અને શહેર દ્વારા હાથ ધરવામાં આવેલ નવીન કાર્યને પ્રદર્શિત કરશે, જેમાં “INTERACT-Bio: જૈવ-વિવિધતા માટે સંકલિત પેટા-રાષ્ટ્રીય ક્રિયા-રાષ્ટ્રીય જૈવ- વિવિધતા વ્યૂહરચના અને કાર્ય યોજનાના સહાયક અમલીકરણની સિદ્ધિઓનો સમાવેશ થાય છે. NBSAP) પ્રોજેક્ટ', જેને ફેડરલ મંત્રાલય દ્વારા પર્યાવરણ, પ્રકળતિ સંરક્ષણ, મકાન અને ન્યુક્લિયર સેફટી (BMUV), જર્મની સરકાર તેમના ઇન્ટરનેશનલ ક્લાઇમેટ ઇનિશિયેટિવ (IKI) હેઠળ. ICLEI- લોકલ ગવર્મેન્ટ્સ ફોર સસ્ટેનેબિલિટી, દક્ષિણ એશિયા દ્વારા અમલમાં આવેલ આ પ્રોજેક્ટને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને રાષ્ટ્રીય જૈવ-વિવિધતા સત્તામંડળ દ્વારા ટેકો મળ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાયોડાયવર્સિટીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ચાલુ વર્ષ દરમ્યાન શહેરના તથા આસપાસના વિસ્તારમાં જુદા જુદા ૦૭ સ્થળોએ કુલ ૫,૦૦,૦૦૦ થી વધુ વળક્ષારોપણ કરવાની કામગીરી ગતિમાં છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૭ પ્રજાતિઓનાં કુલ ૫૬૦ વન્ય્રુદ્યાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જે માટે ‘ઝૂ'ની પૂર્વ દિશાએ સર્વે નં.૧૪૪, ૧૪૫ તથા ૧૫૦ની કુલ અંદાજે ૨૯ હેકટર જમીનમાં લાયન સફારી પાર્ક વિકસાવવામાં આવનાર છે.
આ નેશનલ કોન્ફરન્સમાં શહેરી જૈવ-વિવિધતા ક્ષેત્રમાં રાજ્યો અને શહેરો દ્વારા કરવામાં આવેલા નવીનતમ કાર્યોને પ્રદર્શિત કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં ભારત સરકારશ્રીના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ વિભાગના સેક્રેટરી, તેલંગાણા રાજ્યના પ્રિન્સિપલ સેક્રેટરી, હૈદરાબાદ શહેરના મેયર, કમિશનર તથા વિષય નિષ્ણાતો ભાગ લેશે. આ બે દિવસની નેશનલ કોન્ફરન્સમાં વિશાખાપટનમ, ઉદયપુર, મુંબઈ, તથા રાજકોટ શહેરો પોતાના અર્બન બાયોડાયવર્સિટી પર થયેલ કાર્યોને પ્રસ્તુત કરશે. ભારત સરકારશ્રીના નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીના પૂર્વ ચેરમેન તથા અન્ય આઇ.એફ.એસ. ઓફિસર પણ આ નેશનલ કોન્ફરન્સમાં ભાગ લેશે અને પોલિસી પર વાત કરશે. આ નેશનલ કોન્ફરન્સમાં ટેકનિકલ સેશન ઉપરાંત, આ બે દિવસીય રાષ્ટ્રીય કાર્યક્રમ સહભાગીઓને સરકારી એજન્સીઓ, વૈજ્ઞાનિકો અને વિષયના નિષ્ણાતો સાથે વાર્તાલાપ કરવાની એક ઉત્તમ તક પણ પ્રદાન કરશે.
(3:57 PM IST)










