<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th November 2024

જુનિયર ટપુ જેનીશ બુદ્ધદેવે રાજકોટમાં રામકથાનું રસપાન કર્યુ

રાજકોટ : નાની ઉંમરે મોટી સફળતા પામનાર અને માત્ર ૧૮ વર્ષેની ઉંમરે ગુજરાતી ફિલ્મ જગત તથા હિન્દી સિરીયલ કલાકારમાં આગવું સ્થાન પ્રા કરનાર જેનીશ બુદ્ધદેવઍ આજે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજીત પૂજ્ય મોરારીબાપુની રામકથામાં આમંત્રણનું માન આપીને હાજરી આપી હતી.

રાજકોટના રઘુવંશી સમાજના ગૌરવ  જેનિશ બુદ્ધદેવે જણાવેલ કે પૂજ્ય બાપુની રામકથામાં ઉપસ્થિત રહી બાપુની કથા સાંભળીને હું ધન્યતા અનુભવુ છું. ચાલુ શૂટિંગમાં બ્રેક લઈને સ્પેશ્યલ મુંબઈ થી રાજકોટ મોરારીબાપુની રામકથા સાંભળવા માટે આવ્યા છું. પૂજ્ય મોરારીબાપુઍ પણ જેનીશને પોતાનું ભવિષ્ય ઉજ્વળ બનાવી કારકિર્દી બનાવે ઍવા સ્વમુખે આશીર્વાદ આપ્યાં છે

(4:00 PM IST)