<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

પૂ.મોરારિબાપુના હસ્‍તે ડો.યશવંત ગોસ્‍વામી ના પાંચ પુસ્‍તકોનું વિમોચન થયું.

 

 

રાજકોટઃ સોમેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં આર્ષ વિદ્યા મંદિર મુંજકા ખાતે કણસાગરા મહિલા કોલેજના ના હિન્‍દી વિભાગના અધ્‍યક્ષ અને એનએનએસ પ્રોગ્રામ ઓફિસર ડો. યશવંત ગોસ્‍વામી (મો.૯૪૭૪૯પ૧૭પ)ના પાંચ પુસ્‍તકોનું વિમોચન પૂ. મોરારિબાપુ અને સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીના હસ્‍તે કરવામાં આવ્‍યું.

જેમાં મહામહિમ મહાદેવ, શિવ અમૃતવાણી, થાકી ગયેલી સવાર, રાષ્ટ્રનું ધબકતું હદય રાષ્ટ્રીય સેવા યોજના અને રાષ્ટ્રીય સેવા યોજના ખાસ શિબિર એમ પાંચ પુસ્‍તકો નું વિમોચન કરવામાં આવ્‍યું. આ તમામ પુસ્‍તકો નું પ્રકાશન શિવવં દના ચેરીટેબલ ટ્રસ્‍ટ અને ભારત પબ્‍લિકેશન દ્વારા કરવામાં આવ્‍યું છે. જેમાં શિવ અમૃતવાણી અને મહામહિમ મહાદેવ ધાર્મિક પુસ્‍તકો ફ્રી આપવામાં આવશે. અને બાકીના ત્રણ પુસ્‍તકો પડતર કિંમતથી પણ ઓછી કિંમતે માત્ર ૧૦૦ રૂા. માં અપાશે  પુસ્‍તકોના પ્રકાશનનો હેતુ આર્થિક ઉપાર્જન નો નહીં પરંતુ લોકોમાં ધાર્મિક અને રાષ્ટ્રીય ભાવ જાગૃત કરવાનો છે. સાથે થાકી ગયેલી સવાર  ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત અનુદિત નવલકથા છે. જેમાં આજની એક તરફ આજની યુવાન નારીની સંદ્યર્ષ કથા છે. તો બીજી તરફ આજની સ્‍વછંદ નારીની  કથા દ્વારા આજના સમાજની વિભિન્ન નારી સમસ્‍યાઓનું ચિત્રણ દ્વારા સમાજની નગ્ન વાસ્‍તવિકતાનું ચિત્રણ દ્વારા આજની સ્‍વતંત્ર નારી પાસે બધુજ હોવા છતાં એને સવાર થાકી ગયેલી લાગે છે. પુસ્‍તકો મેળવવા માટે ડો. યશવંત ગોસ્‍વામી મો. નં. ૯૪૨૭૪ ૯૫૧૭૫ નો સંપર્ક કરવો.

(11:23 AM IST)