તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ૪૦ હજાર છાત્રોને ડ્રીગી તથા ૧ર૦ ને સુવર્ણચંદ્ર એનાયત થશે
સંભવતઃ ર૯ ડીસેમ્બરે પદવીદાન સમારોહ યોજાશેઃ વિવિધ ક્ષેત્રે તૈયારીનો ધમધમાટ

રાજકોટ તા. ૩૦ :.. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહની તૈયારીનો ધમધમાટ શરૂ થયો છે. સંભવત આગામી તા. ર૯ ડીસેમ્બરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ભવ્ય પદવીદાન સમારોહ યોજાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણીક વર્ષમાં ડ્રીગી કોર્ષ બીએ, બી.કોમ., બીએસસી, બીસીએ, એમ.એ., એમ.કોમ., એમએસસી કોર્ષના અંતિમ સેમેસ્ટ્રરમાં ઉર્તીણ થનાર અંદાજે ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડ્રીગી એનાયત કરવામાં આવશે. આ પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખામાં વધુ ગુણ મેળવનાર ૧ર૦ તેજસ્વી છાત્રોનું સુવર્ણ ચંદ્ર એનાયત કરી બહુમાન કરાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહ રાજયપાલશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. જેમાં વિવિધ વિદ્યાશાખાના ડીન શ્રી બોર્ડ ઓફ મેનેજમેન્ટના સદસ્ય ઉપરાંત શિક્ષણ મંત્રી અને રાજકોટના સામાજીક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. કમલ ડોડીયા, રજીસ્ટ્રાર રમેશ પરમાર, પરીક્ષા નિયામક, તેમજ સ્પેશયલ ઓફીસર નિલેશ સોનીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
(11:58 AM IST)










