તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
રાજકોટના ચોરીના ગુનાઓમાં ત્રણ માસથી ફરાર અરવિંદ ઉર્ફ હોઠારો જુનાગઢથી પકડાયો
નાસતા ફરતા સ્ક્વોડના પીએસઆઇ બી. વી. બોરીસાગર, પિયુષ ત્રિવેદી અને ટીમે દબોચ્યો

રાજકોટ તા. ૩૦: શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના બે ગુન્હાઓમા છેલ્લા ત્રણ માસથી નાસતા ફરતા આરોપીને નાસતા ફરતા સ્કવોડ ઝોન-૧ ટીમે પકડી લીધો છે. રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગુજરાત રાજ્ય તથા દેશના અલગ અલગ રાજ્યોના પોલીસ સ્ટેશન વિસ્તારના ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના મળી હોઇ જે અન્વયે પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા નાસતા ફરતા સ્કવોડ ઝોન-૧ ટીમ દ્વારા સીડીઆર એનાલીસીસ તથા હયુમન સોર્સથી તપાસ વખતેી ખાગી હકિકત મેળવી ઇવનગર ગામથી જુનાગઢ જવાના રસ્તા પરથી ગોવિંદ ઉર્ફે હોઠારો ચંદુભાઇ ચુડાસમા (ઉ.વ.૨૫ રહે. હાલ ઇવનગર તા.જી. જુનાગઢ)ને પકડી લીધો છે. આ શખ્સ રાજકોટ એ ડિવિઝન, શાપરના ગુનાઓમાં અગાઉ સંડોવાયો હતો. જ્યારે ભક્તિનગર પોલીસના ચોરીના બે ગુનામાં નામ ખૂલતાં ફરાર હતો. પોલીસ કમીશનરર બ્રજેશ કુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએસઆઇ બી.વી.બોરીસાગર તથા નાસતા ફરતા સ્કવોડ ઝોન-૧ના એએસઆઇ પીયુષભાઈ ત્રિવેદી, જયપાલસિંહ ઝાલા, કોન્સ. નરેશભાઈ ચાવડા, અમીતભાઈ તેરૈયા તથા યુવરાજસિંહ જાદવે આ કામગીરી કરી હતી.
(12:18 PM IST)










