<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

વોર્ડ નં.૧૬ના રસ્‍તા ટનાટન બનશે : રી-કાર્પેટીંગનું કામ શરૂ

 

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૬માં ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડની વર્ષ ૨૦૨૩-૨૪ની માર્ગ અને મકાન વિભાગની ખાસ મરામતની ગ્રાંટમાંથી મેહુલ નગર શેરી નં.૧૦માં રામેશ્વર મંદિર રોડ સાઈડ કુલ રૂ.૪.૭૭ લાખના ખર્ચે અને ખોડીયાર મંદિર સાઈડ કુલ રૂ.૪.૪૭ લાખના ખર્ચે એમ મળી કુલ રૂ.૯.૨૪ લાખના ખર્ચે પેવર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, કોર્પોરેટર અને ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, કોર્પોરેટર નરેન્‍દ્રભાઈ ડવ, રૂચિતાબેન જોશી, વોર્ડ પ્રમુખ રાજેશભાઇ  લીલા, વોર્ડ મહામંત્રી મનુભાઇ પ્રજાપતિ, પૂર્વ કોર્પોરેટર પ્રવિણભાઈ કિયાડા, પૂર્વ કોર્પોરેટર લીનાબેન રાવલ, લાલભાઈ હુંમ્‍બલ, સુરેશભાઈ મેતા,  ધીરુભાઈ પરસાડીયા, કિરીટભાઈ  માખેચા, જયેશભાઈ દવે, મોન્‍ટુભાઈ  લાવડીયા, પિયુષ જળુ, જયદિપ કાકડિયા, પરાગ કાકડિયા, દિલીપસિંહ જાડેજા, દર્શિત ડવ, ઘનશ્‍યામ મહેતા, મનોજ ચાવડા, ચાંદનીબેન  ગોંડલીયા, દેવિકાબેન રાવલ, મનિષાબેન ગોહેલ, સરલાબેન જાદવ,  ભાવનાબેન ડોડીયા તથા બહોળી સંખ્‍યામાં વિસ્‍તારવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:46 PM IST)