<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

મનપા ઇન્‍ટર સ્‍ટાફ બેડમીન્‍ટન સ્‍પર્ધા : ૪૮ અધિકારીઓ કર્મચારીઓ મેદાનમાં

વિધાનસભા-૬૯ ના ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહ તથા શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ દ્વારા સ્‍પર્ધાનો શુભારંભ

રાજકોટ, તા. ૩૦ :  રાજકોટ મહાનગરપાલિકા હસ્‍તકની એસ.પી.વી. સ્‍પોર્ટ્‍સ પ્રમોશન ફાઉન્‍ડેશન દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓમાં શિસ્‍ત અને શારીરિક ફિટનેસ તથા ટીમ સ્‍પીરીટની ભાવના ઉદભવે તેવા ઉમદા હેતુ માટે રમત ગમત ખુબ જ અગત્‍યની બાબત હોઈ, જે અન્‍વયે આજે શ્રી વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતે ઇન્‍ટર સ્‍ટાફ બેડમિન્‍ટન સ્‍પર્ધા-૨૦૨૪નો શુભારંભ વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડૉ.દર્શિતા શાહ તથા શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ દ્વારા બેડ મિન્‍ટનનો એક રાઉન્‍ડ રમી કરાવવામાં આવ્‍યો હતો.

આ સ્‍પર્ધામાં ભાગ લેવા માટે  મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ફિક્‍સ પગારધોરણમાં તથા કાયમી ૪૮ કર્મચારીઆએ સ્‍પર્ધા માટે રજીસ્‍ટ્રેશન કરવામાં આવેલ હતું. આ સ્‍પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.૫૧૦૦, દ્વિતીય વિજેતાને રૂ.૨૧૦૦ અને તળતિય વિજેતાને રૂ.૧૧૦૦ રોકડ પુરસ્‍કાર તથા મેડલ આપવામાં આવનાર છે. 

આ સ્‍પર્ધામાં રજીસ્‍ટ્રેશન કરાવેલ અધિકારી-કર્મચારીઓ માટે અલગ અલગ બે કેટેગરીમાં  બેડ મિન્‍ટન સ્‍પર્ધા રેસકોર્ષ ખાતે આવેલ શ્રી વીર સાવરકર ઇન્‍ડોર સ્‍ટેડિયમ ખાતે યોજવામાં આવેલ. આ સ્‍પર્ધામાં પુરૂષ કર્મચારીઓ-૨૮ અનેસ્ત્રી-૮ એમ મળી કુલ-૩૬ રમતવીરોએ ભાગ લીધેલ.     

આ સ્‍પર્ધામાં વિધાનસભા-૬૯ના ધારાસભ્‍ય ડૉ.દર્શિતા શાહ તથા શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, સ્‍પોર્ટ્‍સ સંકુલના મેનેજર કૌશિક ઉનાવા તથા સ્‍પોર્ટ્‍સ સંકુલના કર્મચારીઓ ઉપસ્‍થિત રહેલ.

(2:52 PM IST)