તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
ફોરેનર વિદ્યાર્થીઓનું સ્વાગત છે, પણ સાથે એચઆઇવી તપાસ પણ જરૂરી
એમબીબીએસના વિદ્યાર્થી નીલ રાજાણીનું તંત્રને સુચન

રાજકોટ તા. ૩૦ : અમદાવાદ એમ.બી.બી.એસ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા કરતા નીલ રાજાણીએ એક યાદીમાં તંત્રવાહકોને સુચન કરતા જણાવ્યુ છે કે અભ્યાસ અર્થે રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓ આવતા હોય છે. ખાસ કરીને આફ્રીકાથી વધુ આવે છે.
ઇસ્ટ આફ્રીકા, ઝીમ્બાબ્વે અને ફોરેનથી આવતા આવા વિદ્યાર્થીઓ પર રીસર્ચ કરાતા ધ્યાને આવ્યુ કે તેઓના દેશમાં એચઆઇવીનું પ્રમાણ ઘણું વધારે છે. બીજા દેશમાંથી આવતા વિદ્યાર્થીઓઓ આપણા દેશમાં પ્રવેશે ત્યારે યલો ફીવરની રસી મુકાવવામાં આવે છે. પરંતુ એચ.આઇ.વી. એઇડ્સ માટે કોઇ ગંભીરતા લેવાતી નથી.
જેથી તકેદારીના ભાગરૂપે આપણે ત્યાંથી અન્ય દેશોમાં જતા કે અન્ય દેશોમાંથી આપણે ત્યાં આવતા વિદ્યાર્થીઓ માટે આ બાબતે પણ સુરક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવું મારૂ તંત્રવાહકોને સુચન છે. તેમ જાગૃત વિદ્યાર્થી નીલ રાજાણી (મો.૯૦૧૬૫ ૨૩૮૭૯)એ યાદીના અંતમાં જણાવ્યુ છે.
(3:01 PM IST)










