તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
ઇન્દૌરમાં ધીરગુરુદેવના સાંનિધ્યે ધર્મસંકુલની શિલારોપણ વિધિ

રાજકોટ તા. ૩૦: શ્રી ગુજરાતી સ્થાનકવાસી જૈન સંઘ, સ્નેહલતા ગંજ ઇન્દૌર ખાતે પૂ. શ્રી ધીરગુરુદેવના સાંનિધ્યે તા. ૮ ડિસેમ્બરને રવિવારે સવારે નવકારશી બાદ ૮-૩૦ કલાકે નિમેષભાઇ કોઠારીના નિવાસેથી સકલ સંઘની ભવ્ય શોભાયાત્રા લાભ મંડપમ્ ખાતે સમારોહમાં ફેરવાશે.
ગોંડલ સંપ્રદાયના તપ સમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ની પ્રેરણાથી ૧૯૬૬માં માતુશ્રી ઉજમબેન સુંદરજી દોશી જૈન ભવનનું નિર્માણ થયા બાદ વર્તમાન અને ભવિષ્યની પેઢી માટે સાતાકારી ધર્માલય, આયંબિલ ભવન, વિવિધલક્ષી હોલ, અતિથિભવન, જૈન શાળા, લાયબ્રેરી સહિત સંકુલનું નિર્માણ થાય તે માટે શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પૂ. શ્રી ધીરગુરુદેવને નિશ્રા પ્રદાન કરવા વિનંતિ કરતાં ગુરુદેવનો નગર પ્રવેશ તા. ૪ને બુધવારે હેમંતભાઇ કોઠારીના નિવાસે થશે.
તા. પ ના સુવિધિ હિમાંશુભાઇ બોટાદરાના નિવાસે (પત્થર ગોડાઉન રોડ) નવકારશી બાદ ૯-૧પ કલાકે જૈન ભવનમાં મંગલ પ્રવેશ એકજ દે ચિનગારી! વિષય પર પ્રવચન યોજાશે. તા. ૭ના બાંધકામ કમિટિના ચેરમેન વિક્રમ દેસાઇના નિવાસે પ્રવચન યોજાશે.પૂ. ગુરુદેવની અસીમ કૃપાથી યુવક મંડળ સંચાલિત જયાબેન નેમચંદ અજમેરા-મહાવીર સેવાધામ સંકુલનું નિર્માણ ર૦૧૦માં થયેલ. ત્યારબાદ ૧૪ વર્ષ બાદ ગુરુદેવના પદાર્પણથી અનેરો થનગનાટ વર્તાઇ રહ્યો છે. શિલારોપણ વિધિ પ્રસંગે શ્રી સંઘ, ત્રિરત્ન મહિલા મંડળ, યુવક મંડળ વગેરે અથાગ જહેમત ઉઠાવી રહેલ છે. તેમ અધ્યક્ષ યોગેશભાઇ કોઠારી, મંત્રી નિમેષ કોઠારીની યાદીમાં જણાવાયું છે.
(3:03 PM IST)










