<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

‘તુ મારી દીકરીનું નામ કેમ બગાડે છે' કહી રંજન પર કાકા-કાકી તેના પુત્રનો લાકડીથી હુમલો

મહિકા ગામમાં બનાવઃ કાકી ગંગા ગોહેલ, કાકા જગદીશ ગોહેલ અને તેનો પુત્ર ભાવેશ વિરૂધ્‍ધ આજીડેમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ, તા. ૩૦: મહિકા ગામમાં સ્‍વસ્‍તિક સોસાયટીમાં રહેતી પરિણીતાને ‘તુ મારી દીકરીનું નામ કેમ બગાડે છે' કહી ઘર સામે રહેતા કાકા-કાકી અને તેના પુત્રએ લાકડી વડે મારમારતા આજીડેમ પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મહીકા ગામમાં સ્‍વસ્‍તીક સોસાયટીમાં માતા-પિતા સાથે રહેતી રંજન મનસુખભાઇ ગોહેલ (ઉ.વ.રપ) એ આજીડેમ પોલીસ મથકમાં ઘરની સામે રહેતા કાકી ગંગા જગદીશ ગોહેલ, કાકા જગદીશ ગોહેલ અને તેનો પુત્ર ભાવેશ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતે માતા-પિતા સાથે રહે છે અને કાલાવડ રોડ પર શકિત હોટલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાના લગ્ન થયા બાદ પતિ સાથે ભળતુ ન હોઇ તેથી હાલ માતા-પિતા સાથે રહે છે. ગઇકાલે પોતે ઘર પાસે રહેતા અશોકભાઇની દોઢ વર્ષની દીકરીને રમાડતી હતી ત્‍યારે પોતાના કાકી પણ તેના ઘરની બહાર તેની દીકરી કિરણ સાથે ઉભા હતા. પાડોશી અશોકભાઇની દીકરીને રમાડતા રમાડતા તેને બધા કાળી કહીને બોલાવતા હોઇ, તેથી કાકી પોતાની દીકરી કિરણને કાળી કહી બોલાવતી હોવાનું સમજી કાકી પોતાની પાસે આવી ‘તારે મારી દીકરીને બોલાવવાની નહી' કહી ગાળો દેવા લાગ્‍યા હતા, પોતે તેને ગાળો દેવાની ના પડતા તેણે પોતાના વાળ પકડીને ઢીકા પાટુનો માર મારવા લાગ્‍યા હતા. આ વખતે કાકા જગદીશ  ચકુભાઇ ગોહેલ અને તેનો દીકરો ભાવેશે આવી પોતાને લાકડી વડે મારમારી ધક્કો મારતા પોતાને માથાના ભાગે ઇજા થઇ હતી, દેકારો બોલતા પોતાની માતા કાંતાબે પોતાને છોડાવવા માટે વચ્‍ચે પડતા તેને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો આસપાસના લોકો એકઠા થતા ત્રણેયે જતા જતા પોતાને કહેલ કે ‘આજે તો બચી ગઇ છો જો હવે અમારી દીકરીનું નામ લીધુ તો મારી નાખીશ તેમ ધમકી આપી જતા રહયા હતા, બાદ માતાએ ૧૦૮ બોલાવતા પોતાને ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે પોતે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. એસ.આર. ચુડાસમાએ તપાસ હાથ ધરી છે

(4:25 PM IST)