તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
રોટરી મિડટાઉન લાઇબ્રેરી દ્વારા રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની ઉજવણી

રાજકોટઃ રાષ્ટ્રીય પુસ્તકાલય અઠવાડિયું એ વાર્ષિક ઉજવણી છે જે પુસ્તકાલયો, ગ્રંથપાલો અને પુસ્તકાલયના કાર્યકરો જીવન પરિવર્તન અને આપણા સમુદાયોને મજબૂત બનાવવામાં અમૂલ્ય ભૂમિકાને પ્રકાશિત કરે છે.રોટરી મિડટાઉન લાઇબ્રેરી અને ઇન્ટરેક્ટ ક્લબ દ્વારા રાજકોટની વિવિધ શાળાઓમાં પુસ્તક સમીક્ષા સ્પર્ધાનું આયોજન કરીને રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. સ્પર્ધામાં ે ત્રણ પુસ્તકોના શીર્ષકો પસંદ કયા હતા વિદ્યાર્થીએ એક પુસ્તક વાંચવાનું હોય છે અને પછી પ્રેક્ષકો અને નિર્ણાયકો સમક્ષ સમીક્ષારજૂ કરવાની હોય છે. પ્રસ્તુતિ પછી વિદ્યાર્થીઓને નિર્ણાયકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિદ્યાર્થીઓએ પુસ્તક વાંચ્યું છે કે નહીં.૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ તેમનું અદભૂતપ્રદર્શન આપીને આ ઇવેન્ટમાં સક્રિયપણે ભાગ લીધો હતો. દરેક શાળામાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામોથી નવાજવામાં આવ્યા હતા. ૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ પ્રેક્ષક તરીકે હાજર રહ્યા હતા અને વિવિધ દ્રષ્ટિકોણથી પુસ્તક વિશે જાણ્યું હતું.આ ઈવેન્ટને સફળ બનાવવા માટે રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રમુખ દિવ્યેશ અઘેરા અને ફર્સ્ટ લેડી શીતલ અઘેરા સહિત રોટરીયન અમને સંપૂર્ણ સમર્થન આપ્યું. આ ઇવેન્ટ માટે રોટરી મિડટાઉન લાઇબ્રેરીના ગ્રંથપાલે વિવિધ શાળાઓ સાથે સંકલન કર્યું હતું. આ તમામ સ્પર્ધા દરમિયાન મહત્વની ભૂમિકા ભજવનાર નિર્ણાયકો વિંકલ મહેતા, રિટા ચૌહાણ અને વાગ્ભી પાઠક હતા.રોટરી મિડટાઉન લાઇબ્રેરીએ ભાગલેનાર તમામ શાળા મેનેજમેન્ટ અને આચાર્ર્યનો આભાર વ્યકત કરેલ
(3:09 PM IST)










