<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

કેન્‍દ્ર સરકારે દરેક પેન્‍શનર્સ માટે ૧૯ જરૂરી નિયમોની જાહેરાત કરી પેન્‍શનર્સને પેન્‍શન અને અન્‍ય લાભો સરળતાથી મળી રહે એવો ઉદ્દેશ

દરેક નિવળત કર્મચારીઓ માટે આ નિયમોની જાણકારી ખૂબજ ઉપયોગી પુરવાર થશે

રાજકોટઃ કેન્‍દ્ર સરકારે  ૨૭-૧૧-૨૪ નાં રોજ દરેક પેન્‍શનર્સ માટે પેન્‍શન અને અન્‍ય લાભો સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ થી ૧૯ સરળ નિયમોની રૂપરેખા  જાહેર કરી છે.જેનો હેતુ પેન્‍શનર્સને પેન્‍શન અને અન્‍ય લાભો મેળવવા અનુકૂળ અને સરળ બનાવવાનો છે. આ નિયમો પેન્‍શનર્સને તેમના પેન્‍શન, ગ્રેજ્‍યુઈટી અને અન્‍ય લાભો મેળવવામાં ઉદભવતા પ્રશ્‍નો અને ઉકેલ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જેમાં

(૧) પેન્‍શનના કાગળો : પેન્‍શન, ગ્રેચ્‍યુઇટી, કોમ્‍યુટેશન અથવા પેન્‍શન રિવિઝન માટેના કાગળો નિવળત્તિના  છ મહિના પહેલા નિયત કરેલ ફોર્મમાં જે તે ઓફિસના મુખ્‍ય અધિકારીને જમા કરવાના રહેશે.

(૨) પેન્‍શન પેમેન્‍ટ ઓર્ડર(પીપીઓ)ની ખરાઈઃ   જ્‍યારે તમે નિવળત થાવો ત્‍યારે તમને પેન્‍શન પેમેન્‍ટ ઓર્ડર (પીપીઓ) બૂક આપવામાં આવશે જેમાં તમારૂ નામ, જન્‍મતારીખ, વારસદારનું નામ તેની જન્‍મ તારીખ, છેલ્લો પગાર સ્‍કેલ અને સરનામાં જેવી વિગતોની ખરાઈ કરવી, જો ભૂલ હોય તો ત્‍યારે જ સુધરાવી લેવી.

(૩) શારીરિક અક્ષમ/દિવ્‍યાંગ બાળકો માટે : જો તમારે શારીરિક રીતે અક્ષમ અથવા માનસિક રીતે દિવ્‍યાંગ બાળકો હોય તો તેની નોંધ કરાવી, તે બરાબર થઈ છે કે નહીં તેની ખાત્રી કરવી.

(૪) પેન્‍શન એકાઉન્‍ટ ટ્રાન્‍સફરઃ જો તમે અન્‍ય ચૂકવણી કરતી એજન્‍સી/બેંક પાસેથી તમારું પેન્‍શન મેળવવા માંગતા હો, તો તે માટે તમારી વર્તમાન પેન્‍શન વિતરણ એજન્‍સી/બેન્‍કને અરજી કરો અને પેન્‍શન એકાઉન્‍ટ ટ્રાન્‍સફર કરવાની વિનંતી કરો.

(૫) કોમ્‍યુટેડ કરેલ પેન્‍શન સમય પછી ફૂલ પેન્‍શન પાછું મેળવવાઃ તમે કોમ્‍યુટેડ કરેલ પેન્‍શન ૧૫ વર્ષ પછી ફૂલ પેન્‍શન પાછું મળવાના સમયે તમારી બેન્‍ક અથવા પેન્‍શન વિતરણ એજન્‍સીમાં જઈ તેની કાર્યવાહી થઈ છે તેની ખાત્રી કરી લેવી.

(૬) પેન્‍શનમાંથી કોમ્‍યુટેશન રકમ કપાવવાઃ પેન્‍શનમાથી કોમ્‍યુટેડ કરેલા રૂપિયાનો હપ્તો તમે રિટાયર્ડ થયાના ત્રણ મહિના પછી તમારા પેન્‍શન પેમેન્‍ટમાથી કપાવાનો શરૂ થશે, જો ન કપાઈ તો બઙ્ઘન્‍ક અથવા પેન્‍શન વિતરણ એજન્‍સીની મુલાકાત લઈ હપ્તો કાપવા માટેની જાણ કરવાની જવાબદારી રિટાયર્ડ કર્મચારીની રહેશે.

(૭) કાયમી વારસદારની નિમણુંક કરવીઃ તમારા વારસદારને કાયમી ધોરણે નિમણૂક કરવી જેથી તમારી હયાતી ન હોય ત્‍યારે તેમને પેન્‍શન મળે, કોઈ કારણોસર વારસદાર બદલવાની જરૂર પડે ત્‍યારે નિયત ફોર્મ ભરી બદલી શકાશે.

(૮) પીપીઓ બુક ગુમાવવાના કિસ્‍સામાં: જો તમારી પીપીઓ બૂક ખોવાઈ જાય, તો તાત્‍કાલિક તમારી પેન્‍શન વિતરણ એજન્‍સીને જાણ કરો અને નવી પીપીઓ બૂક મેળવવા માટે નુકસાનનું પ્રમાણપત્ર જારી કરવાની વિનંતી કરો.

(૯) હયાતી પ્રમાણપત્ર : દર વર્ષે નવેમ્‍બર મહિનામાં તમારી પેન્‍શન વિતરણ એજન્‍સી/અધિકારીને સમયસર હયાતી પ્રમાણપત્ર જમા કરો. જો તમે શારીરિક બીમારીને કારણે હાજર રહી શકો તેમ નથી તો પ્રમાણિત અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવી અને જમા કરો. તમે આધાર કાર્ડ આધારિત લાઇફ સર્ટિફિકેટ (જીવન પ્રમાણ) ડિજિટલી ઓનલાઇન પણ ભરી શકો છો.

(૧૦) નિવળત્તિ પછી વેપાર - ધંધો : જો તમે નિવળત્તિ પછી, ખાસ કરીને પ્રથમ વર્ષમાં, વ્‍યાવસાયિક રોજગાર લેતા પહેલા કાનૂની મંજૂરી લેવી જરૂરી છે.

(૧૧) નિવળત્તિ પછીની સજા /કેદ : જો કોઈ નિવળત્ત પેન્‍શનરને કોર્ટ દ્વારા કોઈપણ કેસમાં દોષિત ઠેરવવામાં આવે અથવા સજા ફટકારવામાં આવે છે, તો તેમનું પેન્‍શન સ્‍થગિત કરવામાં આવશે. કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવે તો તેની જાણકારી સબંધિત અધિકારી અને પેન્‍શન વિતરણ એજન્‍સી/અધિકારીને કેસ વિશેની સંપૂર્ણ માહિતીની જાણ કરવાની રહેશે.

(૧૨) સેવામાંથી નિવળત થયા પછી પરિવારમાં થતા ફેરફારોઃ જો નિવળત્તિ થયા પછી તમારા પરિવારમાં (જેમ કે લગ્ન અથવા બાળકોનો જન્‍મ) કોઈ ફેરફારો થયા હોય, તો તમારી ઓફિસના વડાને જાણ કરો અને સંબંધિત પ્રમાણપત્રો જમા કરો.

(૧૩) પેન્‍શનરોને ફરીથી રોજગાર : જો કોઈ પેન્‍શનરને કેન્‍દ્ર સરકાર, રાજ્‍ય સરકાર, સ્‍વાયત્ત સંસ્‍થા અથવા જાહેર ક્ષેત્રના ઉપક્રમમાં ફરીથી નોકરી મળે છે, તો તેઓએ તાત્‍કાલિક તેમના પેન્‍શન વિતરણ એજન્‍સી/અધિકારીને જાણ કરવી આવશ્‍યક છે. જો ફરીથી રોજગારી ન મળે,તો દર વર્ષે મે મહિનામાં ઘોષણાપત્ર આપવું જરૂરી છે.

(૧૪) અધિકળત બેંકો દ્વારા પેન્‍શનની ચુકવણી : પેન્‍શન રોકડમાં ચૂકવવામાં આવતું નથી, તેથી પેન્‍શનરે વ્‍યક્‍તિગત બેંક ખાતું ખોલાવી બેંકને તેમના ખાતાની વિગતો આપવી જરૂરી છે જેથી પેન્‍શન સીધું ખાતામાં જમા થઈ શકે.

(૧૫) કોર્ટ અટેચમેન્‍ટઃ પેન્‍શન, પછી ભલે તે બાકી હોય કે ભવિષ્‍યમાં બાકી હોય, જ્‍યાં સુધી પેન્‍શનની ખરેખર ચૂકવણી કરવામાં ન આવે ત્‍યાં સુધી કોઈ પણ કોર્ટ દ્વારા તેને જોડી શકાતું નથી.

(૧૬) બે પેન્‍શન મળતા હોયઃ જો તમે બે પેન્‍શન મેળવતા હોવ, તો કળપા કરીને બંને પેન્‍શનની વિગતોની તમારી પેન્‍શન વિતરણ એજન્‍સી/અધિકારીને જાણ કરો, જેથી પેન્‍શનમાં સુધારો કરી શકાય અને ફુગાવામાં રાહતની સાચી ગણતરી કરી શકાય.

(૧૭) ગુમ થયેલા પેન્‍શનર : પેન્‍શનર ગુમ થાય તો તેમના પરિવારે એફ.આઈ.આર નોંધાવીને પેન્‍શન વિતરણ એજન્‍સીને જાણ કરવાની રહેશે. પેન્‍શનર છ મહિનાની અંદર ન મળે તો પોલીસ પાસેથી સર્ટિફિકેટ મેળવી અને પેન્‍શન વિતરણ એજન્‍સી/અધિકારીને જાણ કરો જેથી પરિવાર પેન્‍શનનો દાવો કરી શકે.

(૧૮) પેન્‍શનનું એરિયર્સ : જો કોઈ કારણસર પેન્‍શન એક વર્ષથી વધુ સમય માટે લેવામાં ન આવે તો તે સમય-પ્રતિબંધિત બની જાય છે અને તેના માટે સક્ષમ ઓથોરિટીની મંજૂરી લેવી જરૂરી છે. બાકી રકમ માટેનો દાવો નિયત ફોર્મમાં પેન્‍શન વિતરણ એજન્‍સી/અધિકારી પાસે કરવાનો રહેશે .

(૧૯) એનઆરઆઈ(NRI) પેન્‍શનર્સ : એનઆરઆઈ પેન્‍શનરોએ બિન-નિવાસી ખાતામાં ભારતમાં ખાતું ખોલાવવું જરૂરી છે. પેન્‍શન મેળવવા માટે તેમને જીવન પ્રમાણપત્ર અને રાષ્‍ટ્રીયતા પ્રમાણપત્ર જમા કરવું જરૂર રહેશે .

    ઉપરોક્‍ત નિયમોનો નિષ્‍કર્ષ એ છે કે આ નિયમો દરેક પેન્‍શનર્સને તેમના લાભો પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને યોગ્‍ય રીતે અનુસરવામાં મદદ કરે છે. અને તે સુનિヘતિ કરે છે કે પેન્‍શનરોની તમામ માંગણીઓ સમયસર પતાવટ કરવામાં આવે છે અને તેમને કોઈ મુશ્‍કેલીઓનો સામનો કરવો પડતો નથી.

સંકલન

બાબુભાઇ મેનપરા

નિવળત્ત BSNL અધિકારી

૯૪૨૬૨૨૭૮૮૮

(4:23 PM IST)