<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ગૌ સેવા લાડવા ગ્રુપ દ્વારા કાલે રકતદાન કેમ્‍પ

રાધેશ્‍યામ ગૌશાળાએ રકતદાતાઓએ ઉમટી પડવા હાકલ : ૨૦૦ યુનિટનો ટાર્ગેટ

રાજકોટ તા. ૩૦ : ગૌસેવા લાડવા તથા બ્‍લડ ડોનેશન ગ્રપુ દ્વારા દર શનિવારે તથા દર એકાદશીએ રાજકોટ શહેર અને આસપાસના ૧૦૦ કિ.મી.ના વિસ્‍તારમાં આવેલ જરૂરતમંદ ગૌશાળાઓમાં નિઃસ્‍વાર્થભાવે સેવા પહોંચાડવામાં આવે છે. તે અંતર્ગત કાલે તા. ૧ ના રવિવારે રાજકોટની રાધેશ્‍યામ ગૌશાળામાં સેવા કાર્ય સાથે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ ગ્રુપના સેવકોએ જણાવ્‍યુ હતુ કે આ ગ્રુપ દ્વારા ગૌશાળાઓને જરૂરીયાત મુજબ અવેડો, ગમાણ, શેડની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. દર શનિવારે અને એકાદશીના દિવસે જુદી જુદી ગૌશાળાઓમાં લગભગ ૪૦૦ થી ૫૦૦ કિલો જેટલા લાડુ અને રોટલીનું ભોજન ગૌમાતાને શ્રધ્‍ધા પૂર્વક પહોંચતુ કરાય છે.

દરમિમયાન આવતીકાલે તા. ૧ ના રવિવારે બપોરે ૩ વાગ્‍યાથી રાધેશ્‍યામ ગૌશાળા, રામાપીર ચોકડી પાસે, ૧૫૦ ફુટ રીંગરોડ ખાતે બ્‍લડ ડોનેશન કેમ્‍પ રાખેલ છે. અંદાજે ૨૦૦ યુનિટથી વધુ રકતદાન થાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે. સ્‍વૈચ્‍છિક રકતદાતાઓને સાથે  જોડાઇ રકતદાન કરવા અપીલ કરાઇ છે. આ અંગેની વધુ માહીતી કે અન્‍ય સહયોગ માટે મો.૯૯૦૪૨ ૨૮૩૫૧ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગૌ સેવા લાડવા ગ્રુપ રાજકોટના અશોકભાઇ સેજપાલ, પરેશભાઇ નવલકિશોર માણેક, વિરેન્‍દ્રભાઇ અમૃતભાઇ દેવાણી, ચેતનભાઇ ઇશ્વરભાઇ ગાંધી, ચેતનભાઇ કાંતિલાલ સવાણી, જગદીશભાઇ રૂપારેલ, વિજયભાઇ જીંઝુવાડીયા તુષારભાઇ ગરણીયા, જીતુભાઇ પટેલ, અમિતભાઇ કાછલીયા, વિજયભાઇ પુનવાણી, માણેકભાઇ સોમીલ, કિશોરભાઇ લાડવા, કુશલભાઇ દેવાણી, હિતેષભાઇ નથવાણી નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:17 PM IST)