તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
મવડી ચોકડી ૧૫૦ રીંગ રોડ ઓવર બ્રીજ પાસે ટુવ્હીલર-સાઇકલ અથડાતાં ત્રણ છાત્રને ઇજા
એક્સેસ ચાલક મીત તથા સાઇકલસવાર શિવમ સહિત ત્રણ ઘવાયા

રાજકોટ તા. ૩૦: શહેરના મવડી ચોકડી ૧૫૦ રીગ રોડ પર ઓવર બ્રીજ પાસે સવારે ટુવ્હીલરચાલક છાત્રના વાહનની ઠોકરે બે સાઇકલ ચડી જતાં ટુવ્હીલરચાલક અને સાઇકલસવાર મળી ત્રણ છાત્રોને ઇજા થઇ હતી.
અકસ્માતના બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી અને ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. મવડી ક્રિષ્ના પાર્ક-૧૧માં રહેતો અને તપોવન સ્કૂલમાં ધોરણ-૮માં ભણતો શિવમ્ નિલેષભાઇ વીસાવડીયા (ઉ.૧૩) અને તેની જ સ્કૂલનો યુગ અલગ અલગ સાઇકલો પર સવારે સ્કૂલે જતાં હતાં ત્યારે એક્સેસ ટુવ્હીલરની ઠોકરે ચડી જતાં બંનેને ઇજા થઇ હતી.
એક્ેસના ચાલક કોઠારીયા ગામ શિવભવાની સોસાયટીમાં રહેતાં અને ધોળકીયામાં ધોરણ-૧૨માં ભણતાં મીત કિશોરભાઇ સિદપરા (ઉ.૧૭)ને પણ ઇજાઓ થતાં તેને પણ સિવિલમાં ખસેડાયો હતો. વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી જે તે પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી હતી.
(3:21 PM IST)










