<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

રાજકોટના એડી. કલેકટર ચેતન ગાંધી સોમવારે ચાર્જ છોડશેઃ નવા ૧૮મા એડી. કલેકટર આલોક ગૌતમ

સિવીલ હોસ્‍પીટલમાં દરોડા પાડી સપાટો બોલાવનાર આલોક ગૌતમ સમક્ષ નગરપાલિકાઓની ચૂંટણીએ મુખ્‍ય મુદ્‌ો રહેશે

રાજકોટ તા. ૩૦: રાજય સરકારે ગઇકાલે સાંજે ૩૭ એડી. કલેકટરોની બદલી કરી તેમાં રાજકોટ એડી. કલેકટર શ્રી ચેતન ગાંધીની પણ બદલીનો ઓર્ડર આવ્‍યો છે,

માત્ર ૧ વર્ષના ફરજ કાળમાં સરકારે બદલાવ્‍યા છે, અને પુરવઠામાં જોઇન્‍ટ ડાયરેકટરની પોસ્‍ટ ઉપર મહત્‍વની નિમણુંક આપી છે.

શ્રી ચેતન ગાંધીએ ૩ થી ૪ મહિના પહેલા રાજકોટ સિવીલ હોસ્‍પીટલમાં દરોડા પાડી સપાટો સર્જી દીધો હતો.

તો લોકસભા ચૂંટણીમાં મહત્‍વની કામગીરી કરી હતી.

શ્રી ગાંધીના સ્‍થાને નવા એડી. કલેકટર તરીકે શ્રી આલોક ગૌતમ ગાંધીનગરથી આવ્‍યા છે, તેઓ રાજકોટના ૧૮માં એડી. કલેકટર બનશે, શ્રી ગૌતમ ર૦૧૧ની બેચના GAS અધીકારી છે,

 અને ગુજરાત બહારના છે, તેઓ હાલ પોસ્‍ટીંગ વિહોણા હતા, આ પહેલા તેમણે ચૂંટણીમાં ડે. કલેકટર તરીકે ફરજ બજાવી હતી, તેઓ સોમવારે ચાર્જ સંભાળશે તેમ સાધનોએ ઉમેર્યું હતું.

(4:24 PM IST)