<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

‘તમે પોલીસને મારા દિકરાના સસરાનું સરનામું શા માટે આપ્‍યુ' કહી અસ્‍લમભાઇને બનેવી અને ભાણેજે ધમકી દીધી

એકતા સોસાયટીમાં રહેતા પ્રોૈઢે ગાંધીગ્રામ પોલીસમાં ધોરાજી રહેતા બનેવી જાવેદ કામદાર, ભાણેજ નફીસ ઉર્ફે બાબુ અને ફઇમ ઉર્ફે સુલતાન સામે ફરિયાદ નોંધાવી

રાજકોટ તા.૩૦: જામનગર રોડ પર એકતા સોસાયટીમાં રહેતા પ્રોૈઢને વ્‍હોટસએપ કોલ કરી ‘તમે પોલીસને મારા દિકરાના સસરાનું સરનામુ શા માટે આપ્‍યુ, મારી સાથે ઘર-ઘરમાં દુશ્‍મની થાય તેવુ કામ કરે છે' કહી ધોરાજીમાં રહેતા બનેવી તથા બે ભાણેજે ધમકી આપતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર એકતા સોસાયટી ૨૫ વારીયા કવાર્ટર નં.૭૧૮માં રહેતા અસ્‍લમભાઇ અબ્‍દુલ કાદરભાઇ અલ્લાણા(ઉ.વ.૫૨)એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ધોરાજીમા રહેતા બનેવી જાવેદ મુસાભાઇ કામદાર, ભાણેજ નફીસ ઉર્ફે બાબુ કામદાર અને ફઇમ ઉર્ફે સુલતાન કામદાર સામે ફરિયાદ નો઼ધાવી છે.

જેમાં પોતે કરિયાણાનો વેપાર કરે છે. ગઇકાલે પોતે દુકાનેથી ઘરે જમવા માટે આવ્‍યા ત્‍યારે પોતાની ધોરાજીમાં રહેતી સગી બહેનનો મોટો દિકરા નફીસ ઉર્ફે બાબુ કામદારનો પોતાના મોબાઇલમાં વ્‍હોટસએપ કોલ આવતા તેણે કહેલ કે ‘મારા પિતા સાથે વાત કરો' કહેતા પોતે બનેવી જાવેદ સાથે વાત કરતા તેણે કહેલ કે ‘તમે પોલીસને મારા દીકરા નફીસ ઉર્ફે બાબુના સસરાનું સરનામુ શા માટે આપ્‍યુ' કહેતા પોતે બનેવી જાવેદ સાથે વાત કરતા તેણે કહેલ કે ‘હું તમારા દીકરા મહંમદ હુસેનના જામીનમાં પડયો છું. જેથી મારે સરનામું આપવું પડે' તેમ કહેતા બનેવી જાવેદ કામદાર તથા બંને ભાણેજ નફીસ ઉર્ફે બાબુ અને ફેઇમ ઉર્ફે સુલતાન ત્રણેયે વ્‍હોટસએપ કોલ પર સ્‍પીકર ઓન કરી ધમકી આપી ગાળો દેવા લાગ્‍યા હતા અને બનેવી જાવેદે કહેલ કે ‘મારી સાથે તું ઘર-ઘરમાં દુશ્‍મની થાય એવુ કામ કરે છે મારી જીંદગીને કાંઇ થશે તો અમે કોઇને મુકીશુ નહીં' તેમ ધમકી આપતા પોતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ.રવીભાઇ વાસદેવાણીએ તપાસ હાથધરી છે.

(3:22 PM IST)