તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
દેવીપુજક પરિવારને માર મારી ખુનની ધમકી આપવા અંગે ત્રણ પોલીસ કર્મચારીઓ કોર્ટ ઇન્કવાયરીમાં દોષીત સાબીત
આજી નદીના પટમાંથી બાળકનું કપાયેલ માથુ મળી આવવાની તપાસ દરમ્યાન પીઆઇ ગઢવી અને બે કોન્સ્ટેબલો સામે સમન્સ ઇસ્યુ કરી કેસ ચલાવવા આદેશ

રાજકોટ, તા., ૩૦: સને ૨૦૧૮ની સાલમાં બાપા સીતારામ નગર શેરી નં. ૪ ખાતે રહેતા ભરત જીવાભાઈ રાઠોડ અને તેના પરિવારની મહીલાઓ ઉપર ખોટી રીતે બાળ હત્યાનો ગુન્હો કબુલ કરાવવા માટે અમાનુષી માર મારવાની ઈન્કવાયરીમાં પોલીસી અધીકારીઓ દોષીત સાબીત થતા ચકચાર જાગી છે.
બનાવની ફરીયાદની વિગતે સને ૨૦૧૮ની સાલમાં ભરત રાઠોડના પરિવારનું નાનું બાળક ગુમ થતાં તેણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ આ બાળકની શોધ કરતી હતી તે સમય દરમ્યાન પોલીસને આજી નદીમાંથી નાના બાળકનું ખાલી કપાયેલું માથું મળતાં પોલીસ પીડીત પરીવારને ઓળખ માટે આજી નદીમાં બોલાવેલ પણ મળત બાળક આ પરીવારનું નીકળેલ નહીં અને પછીથી ભરતભાઈના પરીવારનું ગુમ થયેલ બાળક મળી આવતાં પોલીસને શંકા ગયેલ કે આજી નદીમાંથી માથું મળેલ બાળકની હત્યા આ પરીવારે જ કરેલ છે અને પછી પોલીસને ગુમરાહ કરવા પોતાના પરીવારનું બાળક ગુમ થયાની ખોટી જાણ પોલીસને આપેલ છે.
આ અંગે જેતે વખતના ડી.સી.બી. પોલીસ મથકના પોલીસ ઈન્સપેકટર ગઢવીએ આ પરીવારને આશરે ૩ દિવસ સુધી ડી.સી.બી. પોલીસ મથકે બોલાવેલ હતો અને ખોટી રીતે ગુન્હો કબુલ કરી લેવા માટે (૧) પીલીસ ઈન્સપેકટર ગઢવી (૨) પોલીસ કોન્સટેબલ મહાવિરસિંહ રાણા ( ૩ ) પોલીસ કોન્સટેબલ ફરીદ શેખ સહીતનાએ લગાતાર ૩ દિવસ સુધી ફરીયાદી ભરતભાઈ તેની પત્ની, પુત્રી, પુત્રવધુઓ, જમાઈ સહીતનાને ઢોર માર મારેલ હતો અને જીભ ઉપર ડાંમ પણ આપેલ હતા, અને આ પુરૂષ પોલીસ અધીકારી સહીતનાઓએ મહીલાઓને લાકડીથી ઢોર માર મારેલ હતો, અને આ ફરીયાદીના પુત્રોને નવષા કરી અને ઢોર માર મારેલ હતો જેથી આ આખા પરીવારે સરકારી હોસ્પીટલમાં દાખલ થવું પડેલ હતું અને પોલીસ ત્યાં પણ પહોંચી અને ધમકી આપતી હતી પરીવારને ડીસ્ચાર્જ કરી આપવા ડોકટર ઉપર પણ દબાણ કરેલ હતું.
આ પછી આ ઈન્કવાયરી દલીલ પર આવતા દેવીપુજક પીડીત પરીવારના વકીલ શ્રી અંતાણીએ લંબાણ પુર્વકની દલીલો રજુ કરેલ હતી અને તેમની તમામ દલીલથી સહમત થઈ રાજકોટના ચીફ જયુ. મેજી.શ્રી એ ઈન્કવાયરીમાં આ ત્રણેય પોલીસ કર્મચારીને દોષીત માની તેમની સામે આઈ.પી.સી.ની હત્યાની કોષીશ સહીતની ભારે ગણાતી કલમો ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨)૧૧૪ મુજબનો ફોજદારી કેસ ચલાવવાનો આદેશ કરેલ હતો અને સમન્સ ઈસ્યુ કરેલ છે. ઉપરોકત ઈન્કવાયરીમાં પીડીત પરીવાર વતી રાજકોટ એ.ડી.આર. લીગલ પેનલના સરકારી વકીલ દરજજે એડવોકેટ સંદીપ કે. અંતાણી વકીલ તરીકે રોકાયેલ હતા.
(4:25 PM IST)










