<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

પૂરવઠાની ઝોનલ કચેરીમાં હલ્લાબોલ : એજન્‍ટોના કામો થતા હોવાનો વિડીયો વાયરલ

એજન્‍ટો રૂા. ૬૦૦ - ૬૦૦ પડાવે છે : સવારે ૧૧ થી ૨ નો ટાઇમ છતાં બારી ૧૨ વાગ્‍યે બંધ કરી દેવાતી હોવાના આક્ષેપો જૂની કલેકટર કચેરીમાં આવેલી ઝોન કચેરીમાં ઘટના : વિડીયો વાયરલ થતા કલેકટર ચોંકી ઉઠયા : તપાસના આદેશો મહિલાઓ રણચંડી બની : ત્રણ દિવસથી ધક્કા ખાઇએ છીએ છતાં વારો આવતો નથી : ટોકન સિસ્‍ટમની પ્રચંડ માંગણી

રાજકોટ તા. ૩૦ : કેન્‍દ્ર સરકાર દ્વારા તમામ રાજ્‍ય સરકારને રેશનકાર્ડ ધારકોને ઇ-કેવાયસી ફરજિયાત કરવામાં આવી છે. જેમનો હવે એક મહિના જેટલો સમય બાકી રહ્યો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રાજ્‍ય પુરવઠા વિભાગનું સર્વર દાવો અને ધીમું સર્વર હોવાના કારણે લોકો ભારે હેરાન થઈ રહ્યા છે. ત્‍યારે ગઇકાલે રાજકોટની જૂની કલેકટર ખાતે આવેલ પુરવઠા ઝોન કચેરી ખાતે મહિલાઓએ હલાબોલ કર્યો હતો. જે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આ વિડીયો કલેકટર પાસે પહોંચતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા, કલેકટરે તપાસની સુચના આપી છે.

મળતી વિગતો અનુસાર ગઈકાલે રાજકોટની જૂની કલેકટર ખાતે આવેલ પુરવઠા ઝોન કચેરી ખાતે મહિલાઓએ હલાબોલ કર્યો હતો. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે રેશનકાર્ડમાં નામ ફેર કરવા માટે સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્‍યા સુધીનો સમય આપવામાં આવ્‍યો છે છતાં પણ ૧૨ વાગ્‍યે જ બારી બંધ કરી દેતા દેકારો મચી ગયો હતો. અને આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ દિવસથી અમે વહેલી સવારે અમારા કામ ધંધા બંધ કરીને આવ્‍યો છે. છતાં પણ અમારો વારો આવતો. અને ટોકન સિસ્‍ટમ કરવાની મહિલાઓએ માંગ કરી હતી, એજન્‍ટોના કામો થાય છે, ૬૦૦ - ૬૦૦ રૂપિયા એજન્‍ટો પડાવે છે, આવા આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે.  વીડિયોમાં પણ સંભળાઈ રહ્યું છે કે કચેરીમાં એજન્‍ટ રાજ ચાલી રહ્યું છે અને જે લોકો ૬૦૦ ૬૦૦ રૂપિયા આપે છે તેમનો વારો આવી જાય છે પરંતુ વહેલી સવારથી જ ઊભેલી મહિલાઓનો વારો નથી આવતો ને છેલ્લા ત્રણ દિવસથી પોતાના ધંધા રોજગાર બંધ રાખી કચેરી ખાતે ધક્કા ખાઈ રહ્યા છે સમગ્ર ઘટનાનો વિડીયો કલેકટર પ્રભવ જોશી પાસે પહોંચતા કલેકટરે તપાસના આદેશ આપ્‍યા છે.

રાજ્‍ય પુરવઠા વિભાગે પણ કબૂલ્‍યું હતું સર્વરને ધીમી કામગીરી હોવાનું પુરવઠા વિભાગના મંત્રી કે કુંવરજી બાવળીયા એ પણ કબુલાત કરી હતી અને જણાવ્‍યું હતું કે સર્વર બંધ થવા અંગે અમોને જાણ છે આ સમસ્‍યા જલ્‍દી દુરરુસ્‍થ થાયએ કામગીરી હાલ ચાલી રહી છે.જેટલી જલ્‍દી સર્વર ઠીક થાય અને કામ ઝડપથી કામ થઈ તે અંગેની વ્‍યવસ્‍થા હાલ પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને એ કહેવાય છે સહિતની કામગીરી ઝડપી બને તે અંગે પુરવઠા વિભાગ સતત મહેનત કરી રહ્યું છે સોમવાર સુધીમાં સર્વરનો પ્રશ્ન સમસ્‍યા દૂર થાય તેવો અમારો પ્રયાસ છે.

બીજી બાજુ આજે પણ સસ્‍તા અનાજની દુકાનો ઉપર સર્વર સાવ ધીમુ હોય અડધી કલાકે માંડ એક કાર્ડ કલીયર થતું હતું, દુકાનદારો પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

(3:51 PM IST)