તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
૧૦ મિનિટના યજ્ઞથી પણ અપાર લાભ : પૂ. યજ્ઞદેવજી
ઘરે-ઘરે યજ્ઞ કાર્ય થવું જોઇએ : શારીરિક, માનસિક, ભાવનાત્મક અને દૈવી લાભો મળે માત્ર રૂા. ૧૦માં ઘરે જ યજ્ઞ થઇ જાય તેવી કીટનું નિર્માણઃ સોમવારે રેસકોર્સ મેદાનમાં ૧૦૮ કુંડી સામાજિક સમરસત્તા મહાયજ્ઞ : સ્વામી યજ્ઞદેવજીએ વિજ્ઞાન અને અધ્યાત્મના દ્રષ્ટિ કોણથી યજ્ઞ અંગે ખૂબ સંશોધનો કર્યા છે : સ્વામી યજ્ઞદેવજી ‘અકિલા' ની મુલાકાત

રાજકોટ તા. ૩૦ :.. ઘરે માત્ર આઠ થી દશ મિનિટ યજ્ઞ કરવાથી અપાર લાભ પ્રાપ્ત કરી શકાય છે. શારીરિક, માનસિક, ભાવનાત્મક આરોગ્ય સુધારવા ઉપરાંત દૈવી લાભો પણ થઇ શકે છે.
આ શબ્દો પૂ. સ્વામી યજ્ઞદેવજીના છે. તેઓએ યજ્ઞ અંગે ખૂબ ઊંડાણથી રિસર્ચ કર્યુ છે. ઘેર-ઘેર યટ થાય તે માટે અભિયાન ચલાવે છે. સોમવારે રાજકોટમાં ૧૦૮ કુંડી સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કર્યુ છે.
યજ્ઞદેવજી ‘અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, યજ્ઞકાર્યથી અકલ્પનીય પરિણામો પ્રાપ્ત થાય છે. પતંજલીએ એક હવનકીટ બનાવ છે. જે ઘરે આસાનીથી દશેક રૂપિયાના ખર્ચમાં યજ્ઞ કાર્ય સંભવ બનાવે છે.
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન સમગ્ર ભારતની જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ સેવાકાર્યો સાથે જોડાયેલ છે તેઓને એકત્રીત કરીને એક મંચ પુરુ પાડે છે.
સમગ્ર ભારતમાં જે હિન્દુ ધાર્મિક સંસ્થાઓ સેવા સાથે જોડાયેલ છે, આવી સંસ્થાઓને નોંધણી કરીને દર વર્ષે જુદા જુદા રાજયોમાં ફે૨ (મેળા)નુ આયોજન ક૨ે છે, આવો જ ફેર (મેળો) આ વર્ષે ૨૩
જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન ગુજરાત યુનિવસીટી મેદાન અમદાવાદ ખાતે યોજાનાર હોય, આ મેળામાં ગુજરાત રાજયની અનેક ધાર્મિક સંસ્થાઓ જોડાશે.
આ મેળાની મુલાકાતે સમગ્ર રાજય તેમજ દેશમાંથી પચ્ચીસ લાખથી વધારે લોકો આવશે તેવી અપેક્ષા છે.
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્રારા પ્રિ-ફેર નિમિતે રજી ડીસેમ્બર સોમવારે બપોરે ૩-૦૦ વાગ્યાથી રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે ૧૦૮ કુંડી સમરસતા મહાયજ્ઞનો પ્રારંભ થશે.
સામાજીક સમરસતા મહાયજ્ઞમાં તમામ જાતી, પ્રાંત, ભાષાના લોકો જોડાઈને સમરસતા સાથે રાષ્ટ્રીય એકતાનો ભાવ ઉજાગર કરશે.
આ સરસરતા મહાયજ્ઞના માર્ગદર્શક તેમજ પેરક શ્રી (ડો.) સ્વામિ પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ અધ્યક્ષ મઠાધીશ પતિ શ્રી બ્રહમદેવજી મહારાજ ઉપસ્થિત રહેશે, ત્યારે રામદેવજી મહારાજના શિષ્ય તેમજ યોગાચાર્યે સ્વામિ યજ્ઞદેવજી મહારાજ હરીદ્રારથી ખાસ પધારવાના છે.
આ તકે અનેક સાધુ, સંતો મહંતોનું સાધિય અને આશિર્વાદ પ્રાપ્ત થશે. મહાયજ્ઞ પુર્ણાહુતિ પછી ખીમજીભાઈ ભરવાડ અને તેની સાથેની ટીમ ડાયરાનો આનંદ કરાવશે. યજ્ઞમાં બેસનાર તેમજ યજમાન પરિવારના વડીલો, તોહીઓ માટે નિઃશુલ્ક ભોજનપ્રસાદની આયોજન કરેલ છે. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભોજનપ્રસાદ માટે ભોજનપાસની વ્યવસ્થા રાખેલ છે.
આ યજ્ઞ આચાર્યે રામદેવજી મહારાજ રાજકોટ આર્યસમાજ રાજકોટ, આર્યસમાજ ટંકારાના રુષિકુમારો, તેમજ વૈદીક મહાસભા રાજકોટ દ્રારા કરાવવામાં આવશે. રાજકોટ મહાનગર ધર્મ જાગરણ વિભાગ દ્રારા ઙ્કવિશ્વગુરૂ ભારત અને સાધુસંતોનું દાયત્વઙ્ઘ વિષયને ધ્યાનમાં રાખીને સંત ગોષ્ઠિનું આયોજન પણ કરવામાં આવેલ છે.
સેવા વિભાગ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ, ડો. હેડગેવાર સેવા સમિતિ દ્વારા ચલાવવામાં આવતા સ્વાવલંબન કેન્દ્ર, પયાઁવરણ વિભાગ દ્રારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, જળક્રાંતિ અને ગીરગંગા પણ સાથે જોડાશે.
આ મહાયજ્ઞના મુખ્ય સહયોગી સદભાવના વળધ્ધાશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, ગણેશ મંડપ સર્વીસ, પાયલ ડેકોરેશન, આ સમાજ ટંકારા, રાજકોટ નાગરિક સહકારી બેંક, બાલાજી સિમેન્ટ પ્રોડકટ, બી.જી.ગરૈયા હોમિયોપેથી અને આયુવેદીક કોલેજ કાળીપાટ, ગુરૂછાયા સ્ટીલ છે.
શ્રી નરેન્દ્રભાઈ દવે, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી હંસરાજભાઈ ગજેરા, શ્રી નવીનભાઈ શેઠ, શ્રી રાજુભાઈ માંડલીયા માર્ગદર્શન આપી રહયા છે.
આ આયોજનને સફળ બનાવવા હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ વિભાગના સંયોજક કૌૈશિકભાઈ ટાંક, અશ્વિનભાઈ જીવાણી, રીતેશભાઈ ૫૨સાણા, જીજ્ઞિેશભાઈ રામાવત, ભ૨તભાઈ કંસારા, માલાબેન લોઢીયા, આશાબેન ભટ્ટી સાથે અનેક કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે. યજ્ઞકીટ કે અન્ય માહિતી માટે મો. ૮૪૬૦૮ ર૦૯૯પ નંબર પર સંપર્ક થઇ શકે છે.
પૂ. યજ્ઞદેવજીના પરિચયની ઝલક
સ્વામી યજ્ઞદેવ, (યજ્ઞ સેવા વડા પતંજલિ યોગપીઠ- હરિદ્વાર) પતંજલિ સન્યાસ આશ્રમ, હરિદ્વારના સાધુ છે. માર્ચ ૨૦૧૮ માં, તેમણે પ્રખ્યાત યોગ-ઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને આચાર્ય બાલકૃષ્ણજી મહારાજ પાસેથી સન્યાસની દીક્ષા લીધી. યજ્ઞ અને યોગ ક્ષેત્રે સંશોધન અને પ્રચાર કાર્ય કરવું. પતંજલિ સન્યાસ આશ્રમમાં આવ્યા પછી, સ્વામી રામદેવજી મહારાજ અને પરમ આદરણીય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજના માર્ગદર્શન હેઠળ, વર્ષ ૨૦૧૪ થી જૂન ૨૦૧૮ સુધી, તેમણે સંસ્કૃત વ્યાકરણના મહાન વિદ્વાન આચાર્ય પ્રદ્યુમ્નજી મહારાજ પાસેથી પ્રથમ સ્તર સુધી અષ્ટાધ્યાયી વ્યાકરણનો અભ્યાસ કર્યો. અને ઉપનિષદ, શ્રીમદ ભાગવત, ગીતા, યોગ અને સાંખ્ય ફિલસૂફી, ચરક સંહિતા વગેરેનો પણ અભ્યાસ કર્યો. પરમ આદરણીય ડો.સાધ્વી દેવપ્રિયા દીદી જી ના માર્ગદર્શન અને માર્ગદર્શન હેઠળ. ૨૦૧૯ માં પતંજલિ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં સ્નાતક (B.A.) અને ૨૦૨૧ માં માસ્ટર (M.A.) પૂર્ણ કર્યું. હાલમાં પરમ આદરણીય દીદી ડો. સાધ્વી દેવપ્રિયા દીદી જીના માર્ગદર્શન હેઠળ, પતંજલિ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગમાં યજ્ઞ ચિકિત્સા વિજ્ઞાન વિષય પર વિદ્યાવરિધિ (PHD)નો અભ્યાસ કરી રહ્યાં છે. તેમણે યજ્ઞ વિષય પર સંશોધન કર્યું છે અને દ્યણા આંતરરાષ્ટ્રીય સંશોધન જર્નલમાં સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે અને હાલમાં તેઓ સંશોધન કાર્યમાં પણ વ્યસ્ત છે. સૌથી આદરણીય યોગ-ઋષિ સ્વામી રામદેવજી મહારાજ અને પરમ પૂજનીય આચાર્ય બાલકૃષ્ણજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, યજ્ઞ ચિકિત્સાને અધિકૃત અને અસરકારક તરીકે સ્થાપિત કરવા સંશોધનના આધારે હવન સામગ્રી તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ દૈનિક યજ્ઞો અને યજ્ઞ ચિકિત્સા માટે જરૂરી દ્યણા બાંધકામો જેવા કે ગોમયા સમિધા, હવન કીત, ગોમયા હવન કુંડ વગેરે હાથ ધરવામાં આવ્યા હતા. લાઈવ અને ઓનલાઈન માધ્યમથી અનેક યજ્ઞ અને યોગ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં પણ તેનું સતત આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૯ થી, યજ્ઞ મહિમા કાર્યક્રમ દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧૨ વાગ્યા સુધી વૈદિક ટીવી ચેનલ પર પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેઓ જાન્યુઆરી ૨૦૨૦ થી યોગ સંદેશ માસિક મેગેઝિનમાં યજ્ઞ મહિમા શ્રેણીના લેખો લખી રહ્યા છે. દિવ્ય પ્રકાશન દ્વારા યજ્ઞયોગ આયુર્વેદ ચિકિત્સા પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. યજ્ઞના પ્રચાર માટે yagyadarshan.com વેબસાઇટ, યજ્ઞ દર્શન યુટ્યુબ ચેનલ, યજ્ઞ દર્શન બ્લોગ, યજ્ઞ દર્શન ફેસબુક ચેનલ, યજ્ઞ દર્શન ઇન્સ્ટાગ્રામ, વિવિધ સોશિયલ મીડિયા જેવા કે યજ્ઞ દર્શન ટ્વિટર એકાઉન્ટ વગેરે બનાવવામાં આવ્યા હતા. ઉપરોક્ત યજ્ઞ સેવાકીય પ્રવૃતિઓને લીધે દ્યણા લોકોએ યજ્ઞને પોતાના જીવનમાં અપનાવ્યો છે અને ખાસ કરીને યજ્ઞ ચિકિત્સાનો લાભ લીધો છે. અને આજે લુપ્ત થતી યજ્ઞ પરંપરા ફરી એકવાર દરેક ઘરે પહોંચી રહી છે.
(4:01 PM IST)










