તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
રાજનીતિને સેવાનું માધ્યમ બનાવનાર ડો. વલ્લભભાઇ કથીરિયાનો જન્મદિન

રાજકોટ : સેવા પરમો ધર્મૅ અને ગૌસેવા દવારા રાષ્ટ્ર સેવૉ ના મંત્રને જીવનમાં આત્મસાત કરી સમગ્ર ગૌચેતના જગાવી ગૌ સંસ્કળતિ ના પુનઃસ્થાપન માટે રાત-દિવસ પરિશ્રમ કરતા રાષ્ટીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને ભારત સરકારના પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ વ્યકિતગત જીવનમાં માનવસેવાને પ્રાધાન્ય આપી ૧૩૩ વાર સ્વયં રકતદાન કરી યુવા વર્ગને જોડી જનચેતનાનું અભૂતપૂર્વ ઉદાહરણ પુરૂ પાડયું છે. તબીબી વ્યવસાય સાથે સમાજસેવા ડો. કથીરિયાના જીવનનું અંગ બની રહયું. કિશોરવયથી આર.એસ.એસ.ના સંસ્કાર સિંચન અને અનેક સંતો-મહાનુભાવોના આશીર્વાદથી રાજનીતિનો જનકલ્યાણના શ્રેષ્ઠ માધ્યમ તરીકે ઉપયોગ કરનારા ડો. વલ્લભભાઈએ ૅચેરીટી બીગીન્સ એટ હોમૅ ના સિધ્ધાંતને જીવનમાં સાર્થક કરી બતાવ્યું છે.
જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ૩૦ નવેમ્બર ના રોજ સામાન્ય ખેડૂત પિતાશ્રી રામજીભાઇ અને માતા રંભાબેનની કૂખે જન્મેલા ડો. કથીરિયા સંઘર્ષ કરી સ્વબળ અને બુધ્ધિ પ્રતિભાના આધારે હંમેશા અવ્વલ નંબરે રહ્યા છે.
ડો. વલ્લભભાઈ કથીરિયા રાજકોટ લોકસભાની બેઠક પરથી ૧૯૯૬ થી ૨૦૦૯ સુધી ચાર-ચાર વખત ચૂંટાઈને તેમની લોકપ્રિયતા પૂરવાર કરી ચૂકયા છે. ૧૨મી લોકસભામાં ૩,૫૪,૯૧૬ મતથી દેશભરમાં સૌથી વધારે લીડથી ચૂંટાવાનો વિક્રમ ધરાવે છે. અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો, શિક્ષણ અને આરોગ્ય મંત્રી તરીકે ઉમદા કામગીરી કરી અનેક નવી યોજનાઓ અને નીતિ ઘડતરમાં ફાળો આપ્યો હતો.
૧૯૭૫-૭૭ ની કટોકટી દરમ્યાન વિદ્યાર્થીકાળમાં અમદાવાદમાં જેલવાસ પણ ભોગવ્યો છે. ૧૯૭૩-૭૪ માં નવનિર્માણ આંદોલનની જે.પી. મુવમેન્ટમાં જોડાવાનું સદ્ભાગ્ય પણ ડો. કથીરિયા ધરાવે છે. તેઓ અનેકવિધ સેવાકીય પ્રવળતિઓ જેવી કે રક્તદાન, વળક્ષારોપણ, પર્યાવરણ અને દુષ્કાળમાં મેડીકલ અને કેટલ કેમ્પ, મોરબીની પુર હોનારત, કચ્છનો ભયાનક ભૂકંપ કે સૌરાસ્ટ્રનું જળ બચાવો અભિયાન, કળષિ મેળા, આરોગ્ય મેળા, પુસ્તક મેળા વગેરે ડો. કથીરિયાના કાર્યના પર્યાય છે. અને એટલે જ તો રાજકોટની જનતાએ તેમને ૅચેકડેમ સાંસદૅ અને ૅમેળાના મંત્રીૅ તરીકે નવાજ્યા છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડો.કથીરિયાની ગુજરાતની ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની કામગીરીથી પ્રભાવિત થઈને સમગ્ર દેશમાં ગૌસેવાની પ્રવળતિનો વ્યાપ વધે તે માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ બનાવી રાષ્ટ્રીય કામધેનું આયોગના પ્રથમ ચેરમેન પદે ડો. કથીરિયાને નિયુક્ત કર્યા હતા.
ડો. કથીરિયાને જન્મદિને તોહી-સંબધી, મિત્ર-તબીબી વર્તુળ, ભાજપા અને સંઘ પરિવાર તેમજ વિશાળ શુભેચ્છક સમુદાય તરફથી અભિનંદન અને શુભકામનાઓ મળી છે.
ડો. કથીરિયાનો મો. ૯૦૯૯૩૭૭૫૭૭.
(4:24 PM IST)










