<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

જયંતિ સરધારા ઉદ્યોગપતિ અને જુદી જુદી કંપનીમાં ડાયરેકટર હોય રેકર્ડ ચકાસણી કર્યા બાદ બાર એસો. ઠરાવ કરશે

સરદારધામ અને ખોડલધામ અંગેના જયંતિ સરધારા અને પાદરીયાના વિવાદમુદે: ઠરાવ રદ કરવા કેટલાંક વકીલો માંગણી કરી રહ્યા છેઃ બાર એસો.ને અરજી મળશે તો મીટીંગ બોલાવશે

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટમાં ખોડલધામ પ્રમુખ સરધારા અને પીઆઇ પાદરીયા વચ્‍ચે થયેલી ઝપાઝપી મારામારી છેલ્લા કેટલાક દિવસોથી ટોક ઓફ ધી ટાઉન બની છે, ત્‍યાં આ બાબતે થયેલી ફરીયાત સંબંધે પીઆઇ પાદરિયા વતી રાજકોટના એક પણ વકીલે કેસ લેવો નહીં તે મતલબના રાજકોટ બાર એસોસિએશનના લેટર પેડ ઉપર સકર્યુલર ઠરાવ વાયરલ થતા વકીલોની આલમમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

આ ઠરાવ બાબતે બારના કેટલાક કારોબારી સભ્‍યો સહિતના હોદ્દેદારો અજાણ હોવાનું જણાતા કેટલાક વકીલો દ્વારા આ ઠરાવ અયોગ્‍ય હોય આ ઠરાવને રદ કરવા અરજી આપનાર હોવાની થતી ચર્ચાઓ અંગે આજે શનિવારે સવારે રાજકોટ બાર  એસોસિએશનની બેઠક મળવા બાબતે મીડિયામાં અહેવાલો જાહેર થયા હતા, જે અંગે રાજકોટ બાર એસોસિએશનના ભરોસાપાત્ર હોદ્દેદારને પૂછવામાં આવતા તેઓએ જણાવેલ હતું કે રાજકોટ બાર એસોસિએશન પાસે આજે બપોરે ૧-૦૦ વાગ્‍યા સુધી હજી કોઈપણ વકીલની અરજી આવી નથી, આવી અરજી આવશે તો અગાઉનો ઠરાવ રદ કરવો કે ચાલુ રાખવો તે અંગે  જયંતિ સરધારાનું રેકર્ડ તપાસ્‍યા બાદ બાર એસોસિએશનની મિટિંગમાં ચર્ચા થશે, પરંતુ આ લખાય છે ત્‍યાં સુધી કોઈ અરજી નહીં આવતા મીટીંગ મળી નથી, અરજી આવશે ત્‍યારબાદ જ મિટિંગ થશે તેમ જણાવ્‍યું હતું.

(4:13 PM IST)