તા. ૨૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૨ ગુરૂવાર
News of Saturday, 30th November 2024
કારમાં ચોર ખાનામાં સંતાડેલા રૂા.૧૬ હજારના દારૂ સાથે રોહીત આસોદરીયા પકડાયો
બજરંગવાડી પાસે દરોડોઃ ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. દિપકભાઇ ચૌહાણ અને કોન્સ. પ્રદીપસિંહ જાડેજા અને વિશાલભાઇ દવેની બાતમીઃ દારૂ અને કાર સહીત રૂા. ૪.ર૧ લાખનો મુદામાલ કબ્જે

રાજકોટ તા. ૩૦: જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી પાસે રેલવેના મેદાનમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી કારમાં ચોરખાનું બનાવી તેમાં સંતાડેલા રૂા. ૧૬, ૫૦૦ ની કિંમતના વિદેશી દારૂ સાથે એક શખ્સને પકડી લીધો હતો.મળતી વિગત મુજબ જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકીની બાજુમાં રેલવેના ખુલ્લા મેદાનમાં એકકારમાં દારૂનો જથ્થો હોવાની ક્રાઇમબ્રાંચના હેડકોન્સ દીપકભાઇ ચૌહાણ, કોન્સ પ્રદિપસિંહ જાડેજા અને વિશાલભાઇ દવેને બાતમી મળતા પી.એસ.આઇ. વી.ડી. ડોડીયા સહિતના સ્ટાફે દરોડો પાડી રેલ્વેના ખુલ્લા મેદાનમાં પડેલી જી.જે-૩ એલજી-૯૪૮૮ નંબરની અર્ટીગાકારની તલાશી લેતા તેમાં ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂની રૂા. ૧૬૫૦૦ ની કિમતની ૧૧ બોટલ મળી આવતા કોઠારીયા મેઇન રોડ ભવનાથ પાર્કના રોહિત સુરેશભાઇ આસોદરીયાને પકડી લઇ કાર્યવાહી કરી હતી
(4:16 PM IST)










