<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th November 2024

ગવલીવાડમાં પોલીસનું એરિયા ડૉમિનલ :ડીસીપી બાંગરવાની આગેવાની હેઠળ પ્ર ,નગરના મોટા પોલીસ કાફલા સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે લેવાતા તબક્કાવાર પગલાં:

રાજકોટ :ભીલવાસ નજીક આવેલ ગવલીવાડ ચોકમાં છેલ્લા બે દિવસથી પોલીસના ધામા રહેતા હોવાથી બાબતથી કોઈ મોટી અસામાજીક પ્રવૃત્તિને પકડવા માટેની કાર્યવાહી હોવાની શકયતા જોવાઈ રહી હતી, આજે પણ ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની આગેવાની હેઠળ પોલીસ ઇન્સ્પેકટર, પ્રનગરના  50થી વધુના પોલીસ કાફલા સાથે વિસ્તારમાં માર્ચ યોજી હતી

    આ બારામાં ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે જુદા જુદા વિસ્તારમાં જ્યાં અસામાજિક તત્વો વસતા હોય તે વિસ્તારો પોલીસના લિસ્ટમાં સંવેદનશીલ તરીકે રહેતા હોય છે જે અંતર્ગત સમયાંતરે પોલીસ માર્ચ યોજાતી હોય છે,આ મુજબ એરિયા ડૉમિનલ અંતર્ગત આ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી,

 

(8:55 PM IST)