<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ફૂડ પ્રોસેસીંગને મજબૂત બનાવવા એસોચેમ ગુજરાત દ્વારા રાજકોટમાં યોજાઇ પરિષદ

યોજનાકીય લાભોથી પ્રોત્‍સાહીત કરાશેઃ ડો. દર્શિતાબેન શાહ

રાજકોટ તા.ર ASSOCHAM ગુજરાત કાઉન્‍સિલે Mofpl,Gol  સાથે મળીને સૌરાષ્‍ટ્ર પ્રદેશમાં ફુડ પ્રસેસિંગને મજબૂત કરવા પર કોન્‍ફરન્‍સનું આયોજ કર્યું હતું પરિષદ દરમિયાન પ્રદેશ અને રાજયમાં ઉત્‍પાદન મૂલ્‍ય ઉમેરણ નિકાસ અને Mofpl ની યોજનાઓના પ્રમોશનમાં તકો શોધવા પર ચર્ચા કરવામાં આવી હતી. કોન્‍ફરન્‍સનો ઉદેશ ભાવિ ખેડુતો SHG,FPOઅને ઉદ્યોગ અને જોડાણ માટે ફૂડ પ્રોસેસિંગની વિવિધ કેન્‍દ્રીય અને રાજય યોજનાઓ પર ચર્ચા અને પ્રોત્‍સાહન આપવાનો હતો. આ કોન્‍ફરન્‍સમાં મહિલા ઉદ્યોગસાહસિક, SHGઅને આ ક્ષેત્રના વિવિધ સ્‍ટાર્ટ એપ્‍સે પણ હાજરી આપી હતી તેણે ગુજરાત રાજયમાં સંભવિત સહભાગીઓને ફૂડ પ્રોસેસિંગ સેકટરમાં વ્‍યવસાયની સંભાવનાઓ/તકની શોધ માટે વિશેષ પ્‍લેટફોર્મ પૂરૂં પાડયું. કોન્‍ફરન્‍સમાં ફૂડ પ્રોસેસિંગ અને સબંધિત ક્ષેત્રોના સંબંધિત સહભાગીઓ મોટી સંખ્‍યામાં જોવા મળ્‍યા હતા. રાજકોટ (પヘમિ) ના ધારાસભ્‍ય ડો. દર્શિતા શાહે જણાવ્‍યું હતું કે, ખાસ કરીને મહિલા SHGને આબેહૂબ આવકની તકો અને આજીવિકાની તકો પૂરી પાડવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ તુલનાત્‍મક રીતે શ્રેષ્‍ઠ ક્ષેત્ર છે, તેમણે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે પ્રદેશમાં ઘણી તકો પર પણ ધ્‍યાન કેન્‍દ્રિત કર્યુ હતું. તેમણે એ વાત પર પણ ભાર મૂકયો હતો કે ફૂડ પ્રોસેસિંગ પ્રવૃતિઓમાં સંકળાયેલા MSME અને SME ને PMFME યોજના વિશે સંવેદનશીલ અને પ્રોત્‍સાહિત કરવામાં આવશે જેથી કરીને યોજનાનો લાભ મળે.ASSOCHAM ગુજરાત કાઉન્‍સિલના મેનેજીંગ કમિટી મેમ્‍બર શ્રી વી.પી.વૈષ્‍ણવે સ્‍વાગત પ્રવચન કર્યું અને રાજયના આર્થિક વિકાસમાં ફૂડ પ્રોસેસિંગ સેકટરના મહત્‍વ પર પણ પ્રકાશ પાડયો.

(11:55 AM IST)