તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
રેલ્વે સંગઠનમાં ચૂંટણીઃ પશ્ચિમ રેલ્વે કર્મચારી પરિષદ તરફી મતદાનની અપીલ

પશ્ચિમ રેલ્વે કર્મચારી પરીષદ વતી સહદેવસિંહ એમ.જાડેજા પ્રભારી રાજકોટ જિલ્લા ભારતીય મઝદુર સંઘ, કિરણભાઇ ઓઝા પી.આર.કે.પી. ડીવીઝન સેક્રેટરી, ગૌતમભાઇ ભુપેષ બીએમએસ સંગઠન મંત્રી, સહદેવસિંહ ડી.ઝાલા સંગઠન મંત્રી, મામદ અલી કુંટા મેમ્બર, વિનયકુમાર શિંદે ડીવીઝન અધ્યક્ષ, આર મુર્ગન ખજાનચી વગેરેએ ચુંટણી સંદર્ભે આજે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૨ : રેલ્વેના સંગઠનો વચ્ચે ચુંટણી આવી છે. ભારતીય મઝદુર સંઘ પ્રેરીત પヘમિ રેલ્વે કર્મચારી પરીષદે (પી.આર.કે.પી.) ચુંટણીમાં ઝુકાવ્યું છે. (નિશાનઃ મુઠ્ઠીવાલી ચક્ર) ઓપીએસ હમારા આધાર, પરિવર્તન હોગા અબકી બાર તેમનું સુત્ર છે. મતદાન તા.૪ થી ૬ ડીસેમ્બર સવારે ૮ થી ૬ વાગ્યા સુધી થશે. પપ૦૦ મતદારો છે.
પヘમિ રેલ્વે કર્મચારી પરીષદના સંકલ્પો છે. તેમાં ઓપીએસ લાગુ કરાવવો, આઠમ વેતન પંચની રચના કરવી, ખાલી જગ્યાઓ પર ભરતી કરાવવી, ટ્રેક મેનના હાર્ડ એન્ડ રીસ્કી ડયુટી ભથ્થામાં વધારો કરાવવો, ટ્રેકમેન સંવર્ગનું પ્રમોશન ૪ર૦૦ ગુડ પે સુધી કરવુ, ગ્રેચ્યુટીની મર્યાદા રૂપીયા ર૦ લાખથી વધારી ૪૦ લાખ કરાવવી, ટી.આર.ડી. વિભાગને ઇંડક્ષન એલાઉન્સ અપાવવુ, રેલ્વેના ખાનગીકરણ પર બ્રેક લગાવવી, બધા રેલ્વે કર્મચારીઓનું યુનિફોર્મ ભથ્થુ રૂા.૧૦ હજાર કરવુ, ટ્રેકમેનો માટે સલામતીના સાધનો સુનિヘતિ કરાવવા, નવા રેલ આવાસોનું નિર્માણ કરાવવુ, એન્જીનીયરીંગના કર્મચારીઓ માટે લોડ ઓપન ટુઓલ કરાવવુ, ચેકીંગ સ્ટોકના કર્મચારીઓને રનીંગ કર્મચારીઓનો દરજ્જો આપવો વગેરેનો સમાવેશ થાય છે.
અકિલા કાર્યાલયની મુલાકાત પ્રસંગે ભારતીય મઝદુર સંઘ અને પヘમિ રેલ્વે કર્મચારી પરીષદના આગેવાનોએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા રેલ્વે કર્મચારીઓના પ્રશ્નો અંગે રેલમંત્રીને આવેદન આપી રજુઆત કરવામાં આવેલ. ટ્રેમ મેઇન્ટેશનના જોખમ અને હાડમારી ભથ્થાની સુધારણા કરવા, એલડીસીઇ બધા માટે ખોલવુ, તમામ ટ્રેડ મેઇન્ટેશનર્શ માટે વહેલામાં વહેલી તકે રક્ષક સાધનો પુરા પાડવા, નાઇટ ડયુટી પેટ્રોલીંગ સિંગલને બદલે ડબલ કરવામાં આવે. એસએસઇને ગૃપ બીની સ્થિતી વિવિધ શ્રેણીઓમાં સ્થિરતા દુર કરવી અને પે લેવલ ૭ સુધીની સ્તર આપવુ, આરએસી ૧૯૮૦ના સુત્ર મુજબ કિલોમીટરના ભથ્થાના દરોમાં સુધારો કરવા, કાર્યસ્થળ પર મહિલા કર્મચારીઓને પાયાની સુવિધાઓ પુરી પાડવી વગેરે મુદ્દે રજુઆત કરાઇ હતી.
(4:47 PM IST)










