News of Monday, 2nd December 2024
જંત્રીનો કમરતોડ, ભાવ વધારો દૂર કરોઃ રિયલ એસ્ટેટ એજન્ટસ એસો.
ર૦૧૧ થી ર૦ર૩ સુધી કોઇ ફેરફાર ન કર્યા બાદ સિધો જ આઠથી દસ ગણો જંત્રી દરોમાં ભાવ વધારો ઝીંકી દેવાયો વાંધા-સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઇન પ્રક્રિયા પણ લાંબીલચક, સાઇટ ખુલતી નથી સામાન્ય વ્યકિત તો આ ફોર્મ ભરી જ ન શકેઃ ઓફ લાઇન પ્રક્રિયા પણ શરૂ કરોઃ વધાં-સૂચનો માર્ચ સુધી લંબાવોઃ રિયલ એસ્ટેટ ધંધાથીઓમા઼ં રોષ

રાજકોટઃ રાજય સરકા દ્વારા જાહેર કરવામાં આવેલ સુચિત નવા જંત્રી દરમાં રાજકોટ સહિતના શહેરોમાં ૧૦ થી ર૦ ગણો વધારો કરવામાં આવતા જમીન-મકાનના ધંધાર્થી, બ્રોકર, વકિલ, બિલ્ડરો સહિત જમીન-મકાન સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓમાં કચવાટ સાથે વિરોધનો સુર ઉઠવા પામેલ છે. સરકાર દ્વારા એક મહિનામાં વાંધા-સુચનની મુદત આપી હોય ઢગલાબંધ નર્દેશ મળી રહયા છે.ત્યારે વાંધા-સૂચનો ઓનલાઇન મોકલવામાં પણ લોકો ભારે પરેશાનીનો સામનો કરી રહયા છે. ઓફ લાઇન પ્રક્રિયા પણ શરૂ કરવા અને વાંધા-સૂચનો માર્ચ સુધી લંબાવવા રિયલ એસ્ટેટ એસો.દ્વારા માંગણી કરાઇ છે.
રિયલ એસ્ટેટના ધંધાર્થીઓએ જણાવેલ કે શહેર આસપાસના વિસ્તારોમા઼ તોતીંગ વધારો કરવામાં કરવામાં આવ્યો છે. જયાં સામાન્ય ભાવ હતા ત્યા ૧૦ થી ર૦ ગણા વધારો થયો છે. તેવા વિસ્તારોમાં વાજડી(વિરડા), હરીપર પાળ, રોણકી, મનહરપુર, મોટામવા, મુંજકા, છાપરા, દેવગામ, નાનામવા, કણકોટ, રૈયા, પરાપીપળીયા, ન્યારા, ઘંટેશ્વર, મવડી, માધાપર સહિતના વિસ્તારોમાં મોટા તફાવત જોવા મળ્યો છે.
સરકારિ એક જ ઝાટકે સુચિત જંત્રી દરમાં વધારો કરતા હવે જમીન-મકાનમાં રોકાણ નો કોઇ અવકાશ નહિ રહે તેવો સુર જમીન-મકાનના ધંધાર્થી અને બિલ્ડરોમાંથી ઉઠી રહયો છે. તેના કારણે રિયલ એસ્ટેટમાં ઘોર મંદી આવવાની શકયતા છે.
રિયલ એસ્ટેટના નિષ્ણાંતોએ એવો મત વ્યકત કર્યો છે કે અત્યાર સુધી ખુલ્લા પ્લોટ તેમજ ખેતીની જમીનમા઼ ટ્રેડીગનો વ્યવસાય થતો હતો. જેમાં રોકાણકારો ખુબ જ ઉત્સાહ પુર્વક રોકાણ કરતા હતા. તે હવે સદંતર અટકી જશે. તેમજ જંત્રીના આવા વિસંગતતા ભર્યા તેમજ અવ્યવહારીક નવા જંત્રી દરના કારણે જમીન-મકાનના વ્યવહારો અટકી પડશે તેમજ ખુબ જ મોંઘા થઇ જશે. એટલું જ નહિ ૪પ લાખ થી ઉપર કેપીટલ ગેઇન ટેકસ લાગું પડતો હોવાથી ઇન્કમટેક્ષમાં પણ ખુબ જ મોટા પાયે પ્રશ્રો સર્જાશે તેમજ વર્તમાન સમયના જમીનનાં ચાલુ વ્યવહારમા઼ પણ જંત્રીના કારણે વિવાદો સર્જાશે. તેમજ લાંબી મુદતના સોદાઓમા઼ પણ મુસીબતો સર્જાશે.
રિયલ એસ્ટેટમાં જમીનનાં ધંધાર્થી, બિલ્ડરો, બ્રોકરો, વકિલો, કોન્ટ્રાકટર, આકીટેકટ, લેબર સહિતના લોકો સંકળાયેલા હોવાથી બેરોજગારીનો પણ પ્રશ્ર ઉભો થશે. રિયલ એસ્ટેટ સેકટરએ ખુબ જ મોટુ સેકટર છે. જેમાં અસંખ્ય એજન્સીઓ કામ કરતી હોય છે. આવા જંત્રી દર વધારાથી તમામ ધંધામા઼ મંદીનો મહોલ સર્જાય જશે. તેમજ જમીન-મકાનનું ટર્ન ઓવર ઘટશે.સરકારે વિચાર કર્યા વગર જ નવી જંત્રી દરની જાહેરાત કરતા તેનો ઘેરો પડઘો પડી રહયા છે. વાંધા સુચનો પણ ઢગલા મોઢે થશે.
સરકારે ઉતાવળે એક સાથે તોતીંગ જંત્રી દરની જાહેરાત કરતા રિયલ એસ્ટેટ સેકટર ભાગી પડશે. તેમજ જંત્રી દરોમાં સમયાંતરે સ્ટેપ બાય સ્ટેપ વધારો કરવાની ર૦૧૧ થી જ જરૂર હતી. ખરેખર જંત્રી દરોમાં વાર્ષિક ઇન્ફલેશન રેટ એટલે કે ફુગાવાના દરો જે આશરે પ% થી ૭% અનુસાર વાર્ષિક વધારો કરવો જોઇએ. જેથી કરી વાસ્તવીક પરિસ્થીતીએ રિયલ એસ્ટેટના ધંધાને ખલેલ પહોચાડવાનું જે કૃત્ય થઇ રહયું છે તેને અટકાવી શકાય મુસદારૂપ જંત્રી ર૦ર૪ અન્વયે વાંધા સૂચનો https://garvi,gujarat.in વેબસાઇટ ના માધ્યમથી ઓનલાઇન તા.ર૦/૧ર/ર૦ર૪ સુધીમાં વાંધા સુચન રજુ કરવાના રહેશે.
રિયલ એસ્ટેટ એજન્ટસ એશોસિએશન દ્વારા જંત્રી ભાવમાં તોતીગ વધારો સામે વાંધા-સુચનો રજુ કરવા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. ર૦૧૧ થી ર૦ર૩ સુધી કોઇ ફેરફાર ન કરી સીધા જ કમરતોડ વધારાથી જમીન-મકાનના ધંધામાં ભારે મંદી આવશે. આઠ-દસ ગણા સુધીનો જંત્રી દરોમાં વધારો કરીદેવામા઼ આવ્યો હોવાનું જણાવાયેલ. જમીનનાં વાસ્તવીક બજાર ભાવ કરતા ૩ થી ૪ ગણી જંત્રી ર૦ર૪ માં દર્શાવવામા઼ આવી છે. રિયલ એસ્ટેટ ધંધાથીઓ ભારો ભાર નારાજ અનેક વાંધાઓ રજુ કરાશે. વાંધા-સુચનો રજુ કરવા માટેની પ્રક્રિયા ખુબ જ આકરી છે તેને સરળ કરવા અને રૂબરૂમાં વાંધા સ્વિકારવા સરકાર પાસે માંગ કરવામા઼ આવશે. ઓનલાઇન વાંધા-સુચનો રજુ કરવાની પ્રક્રિયા ખુબ જ આકરી છે. સામાન્ય પ્રજા, ખેડુત વર્ગ અને ગ્રામિણ પ્રજા વાંધાઓ હોવા છતાં રજ'' કરવામા઼ ખુબ જ મોટી હાલાકી નો સામનો કરી રહયા હોવાનું જણાવાયુ છે. તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશનના હોદ્દારો સર્વશ્રી નિલેશ સુરાણી, કેતન પારેખ,જયભારત ધામેચા, પરેશ રૂપારેલીયા, અતુલ રાચ્છ, જીજ્ઞેશ પુંજાણી, આશીષ ઉનડકટ, કમલેશ કાનાબાર, ગૌરાંગ કારીયા, મેરૂ જોગરાણા, વિશાલ ધુલીયા, અમિત અનડકટ, અમિત વાગડીયા, કમલ દક્ષિણી, પરાગ ચગ, તુષાર મહેતા, વિકાસ મણીયાર, ભરત વાગડીયા, અશોક પટેલ, દિપકભાઇ અનડકટ, દિનેશભાઇ કોઠારી નજરે પડે છે. (તસ્વીર અશોક બગથરીયા)(ર૪-૯)
ગામડામાં રહેતા લોકોને ઓનલાઇન પ્રક્રિયા આવડતી જ નથી નિષ્ણાંતો પર નિર્ભર રહેવું પડે
રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં મુસદારૂપ જંત્રી ર૦ર૪ વાંધા-સુચનો માટે પ્રસિધ્ધ કરવામં આવેલ છે. આગામી તા.ર૦ ડીસેમ્બર સુધીમાં મિલ્કત માલીક સહિતના પક્ષકારોએ વાંધા રજુ કરવાની પ્રક્રિયા વેબસાઇટના માધ્યમથી ઓનલાઇન કરવાનું જણાવાયું છે. આધુનિક યુગમાં ઓનલાઇન પ્રક્રિયા ખરેખર સરળ અને આશિર્વાદરૂપ સાબિત થઇ શકે છે. પરંતુ એ નિર્ભર કરતુ હોય છે કે તમે આ પ્રક્રિયાનો કયા વિષય પર ઉપયોગ કરો છો. જયારે જનહિત માાટે આ વાંધા તથા સુચનો મંગાતા હોય ત્યારે ઓનલાઇન વિકલ્પ શ્રેષ્ઠ હોઇ શકે પરંતુ સંપુર્ણ નહિ. મુસદારૂપ જંત્રી ર૦ર૪ વાંધા-સુચનો માટે પ્રસિધ્ધ કરવામં આવી છે. ત્યારે સરકારશ્રી દ્વારા ઓનલાઇન પ્રક્રિયા સરળ કરવામાં આવે તેમજ વાંધા-સુચનો લેખીતમાં રૂબરૂ પણ સ્વિકારાય તેવી વ્યવસ્થા હાથ ધરવામાં આવે. લેખીત રીતે રજુ થયેલા વાંધા તથા સુચનો રેકોર્ડ પર રાખવા માટે ખુબજ ઉપયોગી થાય છે. જે કાયદાકીય રીતે પણ જરૂરીયાત સમયે ઉપયોગમાં લેવામાં આવે છે.
જાહેર જનતામાનં તમામ લોકો ઓનલાઇન પ્રક્રિયાથી પરિચિત હોતા નથી. તેથી કરી વાસ્તવીકમાં જે લોકોને વાંધા-સુચનો હોય છે તે લોકોને હાલાકી ભોગવવી પડે છે. માટે તેવા લેખીત વાંધા-સુચનો આપી શકે તેવી વ્યવસ્થા થવી જોઇએ. ઓનલાઇન પ્રક્રિયાથી પરીચીત ન હોય તેવા લોકોએ ફરજીયાત આ પ્રક્રિયાના નિષ્ણાંતો અથવા તો વકીલો પર નિર્ભર રહેવું પડે છે. ત્યારે લેખીત વાંધા-સુચનો આપતા સમયે ફકત કલમ અને કાગળથી જ સંપુર્ણ કામ થઇ જતું હોય છે. તેથી વાંધા-સુચનો ઓફલાઇન પ્રક્રિયા દ્વારા રૂબરૂ સ્વિકારવામાં આવે તો વધુમાં-વધુ લોકોના અભિપ્રાયો સરકારશ્રી ને મળી રહેશે. તેમ રિયલ એસ્ટેટના ધંધાર્થીઓએ જણાવ્યું હતું.
(3:42 PM IST)










