<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

પી.એમ. સૂર્ય ઘર વીજળી યોજના : કાલથી વોર્ડ વાઇઝ કેમ્‍પ

પીજીવીસીએલ સાથે કોર્પોરેશનનું સંકલન : લોકોને સવારે ૧૦ થી ૧ દરમિયાન યોજનાનો લાભ લેવા મેયર - મ્‍યુ. કમિશનરની ખાસ અપીલ

રાજકોટ તા. ૨ : ભારત સરકારની ‘પીએમ - સૂર્ય ઘર : મફત વીજળી' યોજનાથી શહેરીજનોને માહિતગાર કરવામ આવતીકાલ તા. ૩ ડિસેમ્‍બર થી ૨૪ ડિસેમ્‍બર સુધી મહાનગરપાલિકા દ્વારા પીજીવીસીએલના સંકલનથી વોર્ડ વાઇઝ કેમ્‍પનું આયોજન સવારે ૧૦ થી ૧ દરમિયાન આયોજીત કેમ્‍પનો લાભ લેવા મનપાના પદાધિકારીઓ અને મ્‍યુનિસિપલ કમિશનરે અનુરોધ કર્યો છે.

મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયાએ જણાવે છે કે, દેશના નાણામંત્રી આદરણીય શ્રીમતી નિર્મલા સિતારમણએ બજેટ વર્ષ ૨૦૨૪ દરમિયાન રૂફટોપ સોલર એનર્જી યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત દેશના ૧ કરોડ પરિવારોને દર મહિને ૩૦૦ યુનિટ સુધી મફત વીજળી મળી રહે તે પ્રકારે યોજના અમલી બનાવવા માટે આયોજન કરવામાં આવેલ છે. ᅠᅠᅠ

સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી મહત્‍વાકાંક્ષી ‘પી.એમ.- સૂર્ય ઘર યોજના' હેઠળ મફત વીજળી અને આવકનોસ્ત્રોત ઉભો કરી શકાય છે. દર મહિનેᅠ૩૦૦ᅠયુનિટ મફત વીજળી દ્વારા ૧ᅠકરોડ ઘરોને સુવિધા પૂરી પાડતી આ યોજનાનો સરળતાથી લાભ લઈ શકાય છે. કેન્‍દ્ર સરકાર આ યોજનામાં મોટી રકમની સબસિડી આપી રહી છે જેનો લાભ લઈ, દેશવાસી પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને મફત વીજળી મેળવવાની અને વધારાની વીજળી વેચીને પૈસા કમાવવાની સુવિધા પૂરી પાડે છે. આ યોજના હેઠળ અત્‍યાર સુધીમાં ૧.૩ᅠકરોડથી વધુ લોકોએ ‘પી.એમ. સૂર્ય ઘર યોજના' માટે અરજી કરી છે.ᅠપ્રધાનમંત્રી  નરેન્‍દ્રભાઈ મોદીએ આજે પીએમ સૂર્ય ઘરઃ મફત વીજળી યોજના માટે નોંધણી કરાવનારા એક કરોડથી વધારે કુટુંબો પર આનંદની લાગણી વ્‍યક્‍ત કરેલ છે. ᅠ

આ યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવીને ઘર માટે જરૂરી વીજળી મેળવવાની અને વધારાની વીજળીનું વેચાણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજના દ્વારા મફત વીજળી તેમજ આવક એમ બંને મેળવી શકાય છે.

શહેરીજનો આ યોજનાનો વધુમાં વધુ લાભ મેળવે અને આ યોજનાથી માહિતગાર થાય તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પી.જી.વી.સી.એલ.ના સંકલનથી ‘પી.એમ.-સૂર્ય ઘર : મફત વીજળી' યોજનાનો વોર્ડ વાઈઝ કેમ્‍પનું તા.૩ થી તા.૨૪ સુધી સવારે ૧૦ થી ૧ દરમ્‍યાન દરેક વોર્ડની વોર્ડ ઓફીસ ખાતે કેમ્‍પનું આયોજન કરેલ છે.

ક્‍યા વોર્ડમાં ક્‍યારે કેમ્‍પ યોજાશે

વોર્ડ નં. ૧માં તા. ૩ ડિસે. મંગળવાર, વોર્ડ નં. ૨ તા. ૪ બુધવાર, વોર્ડ નં. ૩ તા. ૫ ગુરૂવાર, વોર્ડ નં. ૪ તા. ૬ શુક્રવાર, વોર્ડ નં. ૫ તા. ૭ શનિવાર, વોર્ડ નં. ૬ તા. ૯ સોમવાર, વોર્ડ નં. ૭ તા. ૧૦ મંગળવાર, વોર્ડ નં. ૮ તા. ૧૧ બુધવાર, વોર્ડ નં. ૯ તા. ૧૨ ગુરૂવાર, વોર્ડ નં. ૧૦ તા. ૧૩ શુક્રવાર, વોર્ડ નં. ૧૧ તા. ૧૬ સોમવાર, વોર્ડ નં. ૧૨ તા. ૧૭ મંગળવાર, વોર્ડ નં. ૧૩ તા. ૧૮ને બુધવાર, વોર્ડ નં. ૧૪ તા. ૧૯ને ગુરૂવાર, વોર્ડ નં. ૧૫ તા. ૨૦ને શુક્રવાર, વોર્ડ નં. ૧૬ તા. ૨૧ને શનિવાર, વોર્ડ નં. ૧૭ તા. ૨૩ને સોમવારે, વોર્ડ નં. ૧૮ તા. ૨૪ને મંગળવારે યોજાશે.

મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયા ભારત સરકારશ્રીના સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્‍સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી મહત્‍વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના' હેઠળ મફત વીજળી અને આવકનો સ્ત્રોત ઉભો કરવા માહિતગાર થવા માટે વોર્ડ વાઈઝ આયોજિત કેમ્‍પનો લાભ લેવા શહેરીજનોને ખાસ અનુરોધ અને અપીલ કરેલ છે.

(3:43 PM IST)