<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

પાણી-લાઇટ-રસ્‍તા-સફાઇની અધધ...૩.૭૫ લાખ ફરિયાદ નોંધાઇ : તંત્રનો સ્‍વીકાર

મનપા કોલ સેન્‍ટરમાં સમસ્‍યા ઉભરાઇ : શહેરીજનો હવે વિવિધ પ્રશ્‍ન માટે ૧૫૫૩૦૪ નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે

રાજકોટ,તા.૨ : રાજકોટમહાનગરપાલિકાઓની સેવાઓ અંગે શહેરીજનો ૧૫૫૩૦૪ નંબર પર પોતાની ફરિયાદ નોંધાવી શકશે તેમ   મેયર, ડેપ્‍યુટી મેયર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન મ્‍યુનિસિપલ કમિશનર શાસક પક્ષ નેતાશ્રી અને શાસક પક્ષ દંડકે જણાવ્‍યું હતું. હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદોની નોંધણી માટે વર્ષ ૨૦૦૮થી અમીનમાર્ગ ખાતે 24 x 7 કોલ સેન્‍ટર ચાલુ કરવામાં આવેલ છે. જેમાં વાર્ષિક ૩.૭૫ લાખ ફરિયાદો નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લેન્‍ડલાઈન નંબર ૦૨૮૧ - ૨૪૫૦૦૭૭ કે જેમાં (૦૫ હન્‍ટીંગ લાઈન સામેલ છે) તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ પર શહેરનાં નાગરિકો ફોન દ્વારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદો નોંધાવી શકે છે તે પ્રકારની વ્‍યવસ્‍થા અમલમાં મુકેલ છે. ભારત સરકારનાં Ministry of Communication & Information Technology   ના Department Of Telecommunications (DOT) દ્વારા ભારતની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્‍યવસ્‍થા શરુ કરવામાં આવેલ છે. આ માટે ૧૫૫૩૦૪ નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્‍ટરનાં નંબર ૦૨૮૧-૨૪૫૦૦૭૭ તેમજ ટોલ - ફ્રી નંબર ૧૮૦૦-૧૨૩-૧૯૭૩નાં સ્‍થાને શોર્ટ કોર્ડ નંબર ૧૫૫૩૦૪ પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયરશ્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનરશ્રી, શાસક પક્ષ નેતા  લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

આ ઉપરાંત હાલની કોલ સેન્‍ટરની સેવાઓને મહાનગરપાલિકાનાં પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 User SIP Line) મહાનગરપાલિકાનાં સેન્‍ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્‍ટ કરવામાં આવેલ છે. આથી લોકોને મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્‍સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે. આમ, હવેથી મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો ૦૨૮૧-૨૪૫૦૦૭ અને ૧૮૦૦-૧૨૩-૧૯૭૩ને બદલે એક જ શોર્ટ કોડ ૧૫૫૩૦૪ નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકશે. (૨૫.૧૨)

આ સેવાનાં મુખ્‍ય મુદ્દાઓ 

જ્જ સમગ્ર દેશમાં એક જ શોર્ટ કોડ નંબર ૧૫૫૩૦૪ દ્વારા મહાનગરપાલિકાઓની સેવાઓ અંગેની ફરિયાદોની નોંધણી.

જ્જઉપરોકત નંબર ૧૫૫૩૦૪ને Category –1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાત પણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે.

જ્જઅન-રીસ્‍ટ્રીકટેડ સર્વિસ જે STD Code પર પણ અવેલેબલ થશે.

ઓકટોબરમાં ભારતની સેવાઓની નિકાસ  રર.૨ ટકા વધીને ૩૪.૩ બીલીયન ડોલર આયાતમાં પણ થયો વધારો

મુંબઇ : જુલાઇની સરખામણીમાં ઓગસ્‍ટમાં ઘટાડો થયા પછી સપ્‍ટેમ્‍બરમાં ભારતની સેવાઓની નિકાશ વધીને ૩ર.પ૭ બીલીયન ડોલર થઇ હતી.

ભારતીય સેવાઓની નિકાસ સતત બીજા મહિને વધી છે. રિઝર્વ બેંકના શુક્રવારે જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ઓકટોબરમાં ભારતીય સેવાઓની નિકાસ રર.૨ વધુને ૩૪.૩ બીલીયન ડોલર થઇ ગઇ છે.

બીજી  તરફ આયાત પણ સતત બીજા મહિને વધી છે. ઓકટોબરમાં તે ર૭.૯ ટકા વધીને ૧૭.ર૧ અબજ ડોલર પર પહોંચી છે.

(4:56 PM IST)