તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
વર્લ્ડ એઇડઝ ડે નિમિતે સદગુરૂ રણછોડદાસજી બાપુ હોમ સાયન્સ અને મીનાબેન કુંડલીયા ઇંગ્લીશ મીડીયમ કોમર્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા જનજાગૃતી રેલી
ધારાસભ્ય દર્શીતાબેન શાહ અને ફીટ ઇન્ડીયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર અને કોલેજના પ્રિન્સીપાલ ડો. અર્જુનસિંહ રાણાની આગેવાની

રાજકોટઃ વર્લ્ડ એઇડઝ ડે નિમિતે શ્રી સદગુરૂ શ્રી રણછોડદાસજી બાપુ મહિલા હોમ સાયન્સ કોલેજ, સ્વ. મીનાબેન જે કુંડલિયા ઇંગ્લિશ મીડીયમ મહિલા કોમર્સ કોલેજ કેમ્પસ,રાજકોટ ખાતે AIDS વિશે જનજાગળતિ ફેલાવવા કોલેજ ની વિધાર્થીનીઓ, પ્રોફેસરો, બહેનો દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ૬૯ ના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપી ઉપસ્થિતોને પ્રોત્સાહિત કર્યા હતાં. આ રેલીને કોલેજથી શરૂ થઇને સરદાર પટેલ સ્ટેચ્યુ, રેસકોર્સ ખાતે પહોંચીને પૂર્ણ થઇ હતી. આ રેલી ફિટ ઇન્ડીયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર, સ્પોર્ટસ યુનિવર્સિટી ગાંધીનગરના પુર્વ વાઇસ ચાન્સેલર, ઇન્ડીયન ક્રિકેટ ટીમના એકસફિજીયો, આઇસીસી ટી-ટવેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ ટીમના પુર્વ મેનેજર અને કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડો.અર્જુનસિંહ રાણાની આગેવાની હેઠળ યોજાઇ હતી.
(3:47 PM IST)










