News of Monday, 2nd December 2024
દરેકના સહયોગથી રામકથા સફળઃવિજયભાઇ ડોબરીયા
છેલ્લે દિવસે લાખો લોકો ઉમટયા, છતાં અદ્ભુત સહકાર બદલ સૌનો આભાર

રાજકોટ તા.રઃ સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા વૃધ્ધો અને વૃક્ષોના શુભાર્થે યોજાયેલ પૂ.મોરારીબાપુની ૯૪૭મી રામકથા કે, જેમાં સૌ શ્રોતાઓ, શ્રવણ કરવા આવેલા વકતાઓ, સાધુ-સંતો, સમાજના તમામ અગ્રણીઓ, વિવિધ કલાના ઉપાસકો, સરકારશ્રીના પદાધિકારીઓ-અધિકારીઓ, પત્રકારો, પ્રિન્ટ મિડીયા, ઇલેકટ્રોનીક મીડીયા, ડીજીટલ મીડીયા અને સોશીયલ મીડીયાના સૌ કર્મયોગીઓ, વિવિધ સંસ્થાઓ, દાતાઓ, કાર્યકર્તાઓ, શ્રેષ્ઠીઓ તથા નામી-અનામી તમામનો આયોજન સમિતીના વિજયભાઇ ડોબરીયાએ આભાર વ્યકત કર્યો છે.
ખાસ કરીને રવિવાના દિવસે કથાનો અંતિમ દિવસ હોવાથી લાખો લોકો કથા શ્રવણ કરવા ઉમટી પડયા હોવા છતાં અદભુત સહકાર આપવા બદલ સમગ્ર વિશ્વની અને વિશેષમાં રાજકોટ-રામકોટની જનતાને ચરણવંદન સહ ઋુણ સ્વિકાર કરેલ છે. રવિવારે પંડાલ ટુંકા પડયા ત્યારે લોકોએ પંડાલની બહાર બેસીને પણ ખુબ જ શિસ્તથી, શાંતીથી કથા શ્રવણ કર્યુ અને પ્રસાદ લીધો હતો.
પ્રિન્ટ મીડીયા, ઇલેકટ્રોનીક મીડીયા, ડીજીટલ મીડીયા, સરકારી તંત્ર, અર્ધસરકારી તત્ર, કલેકટર તંત્ર, રાજકોટ મહાનગરપાલીકા, પોલીસ તંત્ર, જીલ્લા પંચાયત તંત્ર અને નામી-અનામી સૌ સંસ્થાઓ, દાતાઓ કાર્યકર્તાઓ, શ્રેષ્ઠીઓ, ડોકટર્સ મીત્રો, પેરા મેડીકલ સ્ટાફ, સદભાવનાના કર્મયોગી કર્મચારીઓ સૌનો વિજયભાઇ ડોબરીયાએ આભાર વ્યકત કર્યો છે.
(3:51 PM IST)










