<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજકોટ પીજીવીસીએલના અધિકારીનું કોન્‍ટ્રાકટરના પત્‍ની ઉપર દુષ્‍કર્મ

હિતેન્‍દ્રસિંહ દિલીપસિંહ રાણા સામે ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદઃ પેટા કોન્‍ટ્રાકટર જેલમાં હતા ત્‍યારે તેનો ગેરલાભ લીધો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. ર : જામનગર જિલ્લામાં દુષ્‍કર્મનો વધુ એક મામલો સામે આવતાં ખળભળાટ એટલાં માટે મચી ગયો કેમ કે, આ મામલામાં આરોપી તરીકે એક અધિકારીનું નામ છે અને ફરિયાદી મહિલા આ અધિકારીના તાબા હેઠળની સરકારી કચેરીના એક કોન્‍ટ્રાક્‍ટરની પત્‍ની છે. આ મામલામાં અધિકારીએ આ મહિલા સાથે દુષ્‍કર્મ આચાર્ર્યની ધ્રોલ પોલીસમાં ફરીયાદ નોધાઈ છે.  આ મામલો જામનગર વીજકચેરી સાથે સંબંધિત છે. વીજકચેરીના એક તત્‍કાલીન અધિકારી વિરુદ્ધ દુષ્‍કર્મની ફરિયાદ થઈ છે.

જો કે આ મામલામાં ગુના બનાવ સ્‍થળ ધ્રોલ હોવાથી, ફરિયાદ ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં દાખલ થઈ છે. પોલીસ સૂત્રના જણાવ્‍યા અનુસાર, દુષ્‍કર્મની આ ફરિયાદ ગત્‌ શનિવારે દાખલ થઈ ગઈ છે. પોલીસ સૂત્ર કહે છે. ભૂતકાળમાં ૨૦૨૧થી ૨૦૨૪ દરમિયાન આ મામલાના આરોપી અધિકારી જામનગર વીજસર્કલ કચેરીમાં ફરજ બજાવતા હતાં. તે સમયે વીજતંત્રનો એક પેટા કોન્‍ટ્રાક્‍ટર કોઈ ગુનાસર જેલમાં હતો. આ પેટા કોન્‍ટ્રાક્‍ટરે વીજતંત્રનું કોઈ કામ કરેલું હોય, પેટા કોન્‍ટ્રાક્‍ટરે તંત્ર પાસેથી બિલના નાણાં લેવાના થતાં હતાં. આ સમય દરમિયાન પેટા કોન્‍ટ્રાક્‍ટર જેલમાં હોવાથી પેટા કોન્‍ટ્રાક્‍ટરના પત્‍ની, વીજતંત્રના આ આરોપી અધિકારી પાસે નાણાં બાબતે ગયેલાં. તે દરમિયાન કોઈ લોભ લાલચ જેવા કારણોસર આ આરોપી અધિકારી અને જેની ફરિયાદ ગત્‌ શનિવારે ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં દાખલ થઈ.

આ ફરિયાદમાં આરોપી તરીકે હિતેન્‍દ્રસિંહ દીલિપસિંહ રાણા નામના અધિકારીનું નામ જાહેર થયું છે. આ અધિકારી હાલ રાજકોટ વીજતંત્રમાં નોકરી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. જામનગર વીજતંત્રમાં તેઓ જેતે સમયે આસિસ્‍ટન્‍ટ સેક્રેટરી અને હાલ તેઓ રાજકોટ વીજતંત્રમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ રિલેશન ઓફિસર હોવાનું જાણવા મળે છે. આ અધિકારીએ ફરિયાદી સાથે દુષ્‍કર્મ ની ફરિયાદ નોધાતા  ધ્રોલ સહિત સમગ્ર જામનગર જિલ્લામાં અને રાજકોટમાં પણ ચકચાર મચી હોવાનું બહાર આવ્‍યું છે. આ મામલાની તપાસ ધ્રોલ પીઆઇ એચ.વી.રાઠોડ વધુ તપાસ હાથ ધરી છે.

(3:52 PM IST)