તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
હાર્મિશ ગજેરાની હત્યા કરનાર દોલતસિંહ ઉર્ફ દોલુએ જાહેરમાં હાથ જોડી માફી માંગીઃ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન
ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ વસાવા, ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી સહિતની ટીમની કાર્યવાહી જોવા લોકોના ટોળા ઉમટયા

રાજકોટઃ દેવપરા નજીક ખોડિયાર ટી સ્ટોલ પાસેના કોમ્પલેક્ષ નજીક શનિવારે રાતે ફાયનાન્સનો ધંધો કરતાં નામચીનની છાપ ધરાવતાં દોલતસિંહ ઉર્ફ દોલુ ભાવસિંહ સોલંકી (રહે. રણુજાનગર-૯) નામના શખ્સે આનંદનગર કોલોની પાછળ ગીતાંજલી પાર્ક-૨ શેરી નં. ૭માં રહેતાં અને કોઠારીયા ચોકડી રામનગરમાં હાર્ડવેરના કારખાનામાં પિતા-ભાઇ સાથે કામ કરતાં હાર્મિશ હંસરાજભાઇ ગજેરા (ઉ.વ.૨૮)ની મોટા ભાઇ રાધીક ગજેરાની નજર સામે જ છાપ ધરાવતા અને ફાયનાન્સનું કામ કરતાં દોલતસિંહ ઉર્ફ દોલુ ભાવસિંહ સોલંકી (ઉ.વ.૩૬-રહે. રણુજાનગર-૯, વિપુલ નિવાસ, કોઠારીયા રોડ)એ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને ભાગી ગયો હતો. તે કચ્છ તરફ ભાગી ફરી રાજકોટ આવી બીજા શહેરમાં ભાગે એ પહેલા ભક્તિનગર પોલીસની ટીમે પકડી લીધો હતો. આજે તેને ઘટના સ્થળે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોતે જે કર્યુ તેનાથી પછતાવો થઇ રહ્યાનું કહી દોલતસિંહ ઉર્ફ દોલુએ જાહેરમાં હાથ જોડી માફી માગી હતી. પીઆઇ મયુરધ્વજસિંહ સરવૈયા, પીએસઆઇ વસાવા, પીએસઆઇ ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્સ. નરેન્દ્રભાઇ ગઢવી સહિતની ટીમ દોલુને ઘટના સ્થળે લાવી ત્યારના દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૧૨)
(5:07 PM IST)










