News of Monday, 2nd December 2024
શહેર કોંગ્રેસનો કટાક્ષઃ ગુજરાત સરકાર હવે નકલી મંત્રાલય વિભાગ જાહેર કરેઃ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો
નકલી મંત્રાલય વિભાગમાં મંત્રી-સચિવ વિગેરે મહેકમ આપોઃ કોઇ મંત્રાલય નકલીમાંથી મુકત રહેશે તો ઇનામ અપાશે

રાજકોટ તા. રઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અતુલભાઇ રાજાણી તથા અન્યોએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી નકલી મંત્રાલય વિભાગ જાહેર કરવા માંગણી કરી હતી.
પત્રમાં ઉમેર્યું કે ગાંધી અને સરદાર ના ગુજરાત ની ગરિમા ગુજરાત રાજય ના નબળા વહીવટ ને કારણે ભારત દેશમાં બદનામ થઈ રહ્યું છે જેનું કારણ રાજય ના તમામ વિભાગમાં રોજબરોજ નકલી અધિકારીઓ પકડાય છે.
સરકારમાં પી.એમ અને સી.એમ પણ વારંવાર કહેતા હોય છે કે વિરોધ પક્ષ કોઈ સારું સૂચન કરે તો અમે કરવા તૈયાર જ હોઈ છીએ.
ગુજરાત રાજય ની સાંપ્રત પરિસ્થિતી ને ધ્યાનમાં લઈ ને આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને નમ્રતા સાથે સૂચન કરવાનો એક નાનકડો પ્રયાસ કરેલ છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજય માં નકલીઓનું સામ્રાજય પથરાઈ ગયું છે.સરકાર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. સરકાર પર પ્રજાનો વિશ્વાસ સંપૂર્ણ ઊડી ગયો છે. રાજય નું વહીવટી તંત્ર આ નકલીઓના કારણે તમામ વિભાગ આ નકલીઓની તપાસમાં સમય વેડફે છે.
જેથી પ્રજા ના કામો અટવાઈ ગયા છે. આજે એક પણ મંત્રાલય કે વિભાગ માં નકલી ના પકડાયો હોય તેવું નથી. આ તમામ બાબતો ને ધ્યાન માં લઈ ને આગામી વિધાનસભામાં આ નકલીઓને ડામવાનો કડક કાયદો તથા આ બીજા મંત્રાલય ની જેમજ વહીવટ મોટો થઈ ગયો હોવાથી આ નકલી મંત્રાલય વિભાગ બનાવીને માત્ર સરકારી તંત્ર કામ કરે છે.
દા.ત. ૧)ગળહ ખાતું જે પોલીસ અને કાયદાને લગત કામ કરે છે.
૨) મહિલા અને બાળ વિકાસ માં તે માત્ર મહિલા અને બાળકોને લાગતું કામ કરે છે.
આ ‘‘નકલી મંત્રાલય વિભાગ'' જેમ તેમના કેબિનેટ મંત્રી, રાજય કક્ષાના મંત્રી તથા અગ્ર સચિવ, સચિવ વિગેરે સંપૂર્ણ મહેકમ મંજૂર કરવામાં આવે.
જેથી તે બીજા વિભાગને આ નકલીઓના સામ્રાજય ડામવા માથી મુક્તિ મળે અને ગુજરાત ના કરોડો લોકોની સેવા કરી શકે.
ભવિષ્ય માં અમે ઈનામ પણ જાહેર કરીશું કે ગુજરાત રાજય નું કયૂ મંત્રાલય નકલી માથી મુક્ત રહ્યું ?
ગુજરાતમાં નકલી અધિકારી કયાંથી પકડાયા
નકલી જજ, નકલી PMO-CMO, નકલી ED-NIA અધિકારી, નકલી ડે. કલેકટર, નકલી IPS, બધુય નકલી

(4:30 PM IST)










