News of Monday, 2nd December 2024
કોર્પોરેટરના બોગસ સિક્કા બનાવી સહિ કરવાના ગુનામાં આરોપીને શંકાનો લાભ

રાજકોટ, તા.૨: વિસ્તારના વોર્ડ નં.૨૩ના કોર્પોરેટરના નામે ખોટા સહી-સીકકો કરી ખોટા દસ્તાવેજ બનાવી લોકોને છેતરી ખોટા દસ્તાવેજને ખરા તરીકે રજુ કરતા હોવાના ગુન્હામાં આરોપી તુલસીભાઈ નરસંગભાઈ ડાંગર રહે. ‘મુરલીધર', ગોવિંદનગર-૪, ગાંધીગામ, રાજકોટ વાળાને ૨૬ વર્ષે શંકાનો લાભ આપી છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો હતો.
આ કેસની હકિકત એવી છે કે તા.૨૭/૦૩ ૨૦૦૧ ના રોજ વોર્ડ નં.૨૩ના વિસ્તારમાં આરોપી રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના નગર સેવકય હોવા છતા રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશનના વોર્ડ નં.૨૩ ના નગરસેવકોને હાની પહોંચાડવાના હેતુથી આ વિસ્તારના લોકો સાથે ઠગાઈ કરી પોતે નગરસેવક છે તેવું ઠરાવી પછાત વિદ્યાર્થીઓને શીષ્યવળતી મળવાપાત્ર હોય તેમા જ્ઞાતી અંગેના પ્રમાણપત્ર અને આવકના દાખલા રજુ કરવાના હોય તેવા દસ્તાવેજોમાં આરોપી કોર્પોરેટરની હેસીયતથી ખોટા સહી સીકકા કરી ખોટા દસ્તાવેજ બતાવી માણસોને છેતરી સંબંધીત કચેરીમાં ખોટા દસ્તાવેજ ખરા તરીકે રજુ કરી વોર્ડ નં.૨૩ ના નગરસેવકોને ગેરકાયદેસરના નુકશાન કરવાના હેતુથી ખોટા સહી-સીકકા કરી ખોટા દસ્તાવેજને ખરા તરીકે રજુ કરતા હોવાની ફરીયાદ ફરીયાદી મુકેશ બી. પરમાર રહે. રૈયાગામ, રૈયારોડ, રાજકોટવાળાએ રાજકોટ તાલુકા પો. સ્ટે. માં ફરીયાદ નોંધાવેલ.
ફરીયાદ પક્ષ પોતાના કેસની હકિકત સમર્થનરૂપ પુરાવાથી રેકર્ડ ઉપર લાવી શકેલ નથી તેમજ હાલનો ખોટો કેસ માત્ર આરોપીની છબી ખરાબ કરવાના આશયથી કરવામાં આવેલ હોય જેવી રજુઆત કરતા ઉચ્ચ અદાલતના વિવિધ ચુકાદાઓ ઉપર ધ્યાન દોરતા કોર્ટ દ્વારા આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કામમાં આરોપી વતી એડવોકેટશ્રી રોહીતભાઈ બી. ઘીયા તથા હર્ષ રોહીતભાઈ ઘીયા અને મદદમાં રીધ્ધીબેન ખંધેડીયા રોકાયેલ હતા.
(4:37 PM IST)










