News of Monday, 2nd December 2024
મુંબઇ દાઉદી વ્હોરા સમાજના બે યુવાનો બાઇક ઉપર ધર્મયાત્રાએ : રાજકોટમાં ઉત્સાહભેર સ્વાગત

રાજકોટઃ મુંબઈ (ભીંડી બજાર) થી બુરહાનપુર, ઉજ્જૈન, ડોંનગામ, ગલીયાકોટ, સલુમબર, બાસવારા, ઉદયપુર, સિધપુર, ધીણોજ, સેલાવી, ડેનમાલ (હસનફીર), અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, ધોરાવિરા, રન ઓફ કચ્છ, મોરબી, ધ્રોલ, જામનગર, પડધરી થઈને રાજકોટ ખાતે આગમન થતાં ભાવભેર સ્વાગત કરાયું હતું જેમાં રાજકોટ માં જોહર કાર્ડસ ખાતે યુસુફભાઈ, હસનેનભાઈ, મુસ્તફાભાઈ માકડા (એમ.એસ સ્ક્રેપ), હુસૈનભાઈ (જોહર હાર્ડવેર), નઈમભાઈ માકડા, હુસૈનભાઈ કાથાવાળા (સ્ક્વોડ ટૂર્સ), તાહાભાઈ ફક્કડ અને રાજભાઈ (બીસ્ટ બ્રિગેડ રાઈડર્સ), હાતીમભાઈ ખોખર, હુસૈનભાઈ માકડા એ ઉષ્માભર્યા સ્વાગત કર્યું હતું, કુત્બી મોહલ્લા ના જનાબ સાહેબ શેખ હુસૈનભાઈ સાહીવાળા એ સ્વાગત કર્યું, અહીંથી આગળ સાયલા, લીંબડી થઈ અમદાવાદ થી બરોડા, સુરત, દાંડી થઈ ને ૪ ડિસેમ્બર ના રોજ મુંબઈ ખાતે પોહચી જશે, આ બાઇક યાત્રાનુ નામ (ડી.ડી.એલ.જે - દીન દુનિયા કી લોંગ જર્ની) હતું. દરેકગામ માં ઝીયારત કરીને દુઆ કરી હતી, બાઇક યાત્રા દરમિયાન સ્થાનિક સમુદાયો અને વ્યક્તિઓ મળવા આવેલા અને ઉષ્માભર્યા સ્વાગત કરેલું, આ બંને યુવાઓ મુંબઈમાં વ્યવસાય ચલાવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાઓની માહિતી મેળવી, સ્થળ પર જઈને પોતાનાં ફોલોઅર્સને તે જગ્યાની માહિતી શેર કરવાનો તેઓ શોખ ધરાવે છે. આ બાઈક યાત્રાને યુવા વર્ગનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું એક યાદીમાં જણાવ્યું છે.
(4:37 PM IST)










