<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

ઠંડીમાં બચવા શું કરશો? મનપા દ્વારા માર્ગદર્શિકા જાહેર

વૃધ્‍ધો, બાળકો બહાર જવાનું ટાળે, ગરમ કપડાનો ઉપયોગ, શરીરનું તાપમાન તથા રમવા સહિતની બાબતો ધ્‍યાને લેવા આરોગ્‍ય વિભાગની સલાહ

રાજકોટ,તા.૩૦ : ઠંડીથી બચવા રક્ષણાત્‍મક પગલા લેવા   મહાનગરપાલિકા દ્વારા આરોગ્‍યલક્ષી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

 રાજ્‍યમાં હાલમાં ઠંડીની અસર વર્તાઈ રહેલ હોઈ ઠંડીથી બચવા રક્ષણાત્‍મક પગલા લેવા જરૂરી છે. જે અન્‍વયે રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્‍ય વિભાગ દ્વારા  બાબતો ધ્‍યાને લેવા માટે આરોગ્‍ય સલાહ આપવામાં આવે છે.

અતિશય ઠંડી જેને ઠંડીનું મોજું કે શીત લહેર કહેવામાં આવે છે ત્‍યારે સામાન્‍ય જનતાને  સ્‍થાનિક હવામાનની આગાહી માટે રેડિયો, ટીવી અને અખવારો જેવા તમામ માધ્‍યમો દ્વારા આપવામાં આવેલી માહિતીને અનુસરો

* આવશ્‍યક ખાદ્ય ચીજવસ્‍તુઓ, પાણી, બળતણ, બેટરી ચાર્જર ઈમરજન્‍સી લાઈટ અને જરૂરી દવાઓ કટોકટી માટે તૈયાર રાખો

* શીત લહેર દરમિયાન વિવિધ પ્રકારના રોગોની શકયતાઓ વધી જાય છે. ઉદાહરણ તરીકે ફ્‌લુ, શરદી, ઉધરસ વગેરેના લક્ષણો જોવા મળે તો સ્‍થાનિક આરોગ્‍ય કર્મચારીઓ અથવા ડોક્‍ટરનો સંપર્ક કરો.

*શીતલહેર સંપર્કને કારણે હિમ લાગવાથી ચામડીનું સુજવું (Frostbite) અને હાયપોથર્મિયા રોગ હોઈ શકે છે. હિમ લાગવાથી ચામડીનું સુજવું (Frostbite)નાં કારણે શરીરના અંગો, આંગળીઓ અને અંગૂઠા સુન્ન થઈ જાય છે, નાક અને કાનની ચામડીનો રંગ સફેદ કે પીળો થઈ જાય છે, જો આવા લક્ષણો જોવા મળે, તો તરત જ ડોક્‍ટરની સલાહ લો.

* હાયપોથર્મિયાના લક્ષણો જેવા કે શરીરનું તાપમાન સામાન્‍ય કરતા ઓછું થવું, ધ્રુજારી કે કંપારી જે બંધ ન થવી, યાદશક્‍તિ ગુમાવવી, મુર્છા અથવા બેભાન થવું, અસ્‍પષ્ટ વાણી થવી વગેરે લક્ષણો જોવા મળે તેવા કિસ્‍સામાં, તાત્‍કાલિક નજીકના શહેરી પ્રાથમીક આરોગ્‍ય કેન્‍દ્રનો સંપર્ક કરો.

* શીત લહેર દરમિયાન ચુરત કપડાં ન પહેરો, તે રક્‍ત પરિભ્રમણને ઘટાડે છે. તેથી લુઝ-ફિટિંગ અને સુતરાઉ કપડાં બહારની તરફ અને ઊની કપડાં અંદરની તરફ પહેરો.

* શીત લહેર દરમિયાન શકય તેટલું ઘ૨ની અંદર રહો અને જો અતિ આવશ્‍યક જરૂરીયાત હોય જ તો ઘરની બહાર નીકળો.

 કોવિડ-૧૯ અને અન્‍ય શ્વસન સંબધી ચેપથી બચવા માટે, બહાર જતી વખતે માસ્‍ક પહેરો.

* અતિશય ઠંડી( શીત લહેર) દરમિયાન ડાયાબિટીસ, હાઈ-બ્‍લડ પ્રેશર, શ્વસન સંબંધી રોગો જેવા ક્રોનિક રોગોવાળા દર્દીઓએ, વળદ્ધ પુરુષો/મહિલાઓ જેમની ઉંમર ૬૫ વર્ષથી વધુ છે, ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકો, સગર્ભાસ્ત્રીઓ વગેરેની આવી પરિસ્‍થિતિમાં ખાસ કાળજી લેવી જોઈએ.

* અતિશય ઠંડીમાં પર્યાપ્ત વેન્‍ટિલેશન હોય ત્‍યારે જ રૂમ હીટરનો ઉપયોગ કાળજી પૂર્વક અને સાવચેતીથી કરો.

*  બંધ રૂમને ગ૨મ કરવા માટે કોલસાનો ઉપયોગ ન કરો કારણ કે કોલચા રાળગવાથી કાર્બન મોનોક્‍સાઈડ ઉત્‍પન્ન થાય છે. જે આપણા સ્‍વાસ્‍થ્‍ય માટે જોખમી છે જેનાથી કોઈનું મળત્‍યુ પણ થઈ શકે છે.

 * ભારે ઠંડીમાં શકય હોય ત્‍યાં સુધી પાલતુ પ્રાણીઓને ઘરની અંદર રાખો.

 * અતિશય ઠંડીથી  પ્રભાવિત શરીરના ભાગને મસાજ ન કરો તેનાથી વધારે નુકસાન થઈ શકે છે.

 * શીત લહેરમાં ભારે ઠંડીના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ત્‍વચા સખત અને સુન્ન થઈ શકે છે. હાથ/પંજા, નાક અને આંગળીઓ જેવા શરીરના ભાગો પર લાલ ફોલ્લા હોઈ શકે છે. શરીરનો ભાગ મરી જવાથી ત્‍વચાની લાલાશ કાળી થઈ શકે છે. તે ખુબ જ જોખમી અને ખતરનાક છે જેને ગેંગરીન રોગ કહેવાય છે. આ માટે તાત્‍કાલિક ડોક્‍ટરની સલાહ લો.

* શીતલહેર સંબંધિત પ્રાથમિક સારવાર વિશે વધુ માહિતી માટે NDMA એપને અનુસરી શકાય સહિતની બાબતો પણ ધ્‍યાનમાં લેવા જણાવવામાં આવ્‍યું છે.

 કટોકટીના કિસ્‍સામાં, કોઈપણ દર્દીને નજીકના આરોગ્‍ય કેન્‍દ્ર લઈ જવા માટે નિઃશુલ્‍ક એમ્‍બ્‍યુલન્‍સ માટે નંબર ૧૦૮ (ટોલ ફી) પર  કોલ કરવા મનપાના આરોગ્‍ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે. (૨૫.૧૨)

બાળકોને ઠંડીથી બચાવવા માટેની સલાહ

 *ઠંડીમાં બાળકોનું ખાસ ધ્‍યાન રાખો, બાળકને ઠંડી હવાથી બચાવો અને લાંબા સમય સુધી ઠંડીમાં ન રહેવા દો. *બાળકોના માથા, ગળા, છાતી અને હાથ-પગને સારી રીતે ઢાંકીને રાખો. *બાળકોને એક થી વધારે ગરમ કપડાં પહેરાવો, તેનાથી તેઓ ગ૨મ રહેશે. *બાળકોનું શરી૨નું તાપમાન તપાસતા ૨હો.

અતિશય ઠંડી (શીત લહેર)ના સમયે આટલું અવશ્‍ય કરો

*    જો જરૂરી ન હોય તો ઠંડીમાં બહાર જવાનું ટાળો (ખાસ કરીને વળદ્ધો અને બાળકો).

*      પુરતા ગ૨મ કપડાં પહેરો.

* હાથ-મોજા, પગરખાં, મોજાં, ટોપી અથવા મફલ૨નો ઉપયોગ કરો.

* આંખોને ઠંડીથી બચાવવા માટે બહાર નીકળતી વખતે ચશ્‍માનો ઉપયોગ કરો.

*  રૂમને ગ૨મ રાખવા માટે ઘ૨માં હીટર, બ્‍લોઅર વગેરેનો ઉપયોગ ક૨તી વખતે સાવધાની અને તકેદારી રાખવી.

 * શકય તેટલું ગરમ અને નવશેકું પાણી પીવો.

 * ઠંડો ખોરાક ખાવાનું અને ઠંડા - પીણા પીવાના ટાળો

 *  શરીરની રોગપ્રતિકારક શક્‍તિ જાળવી રાખવા માટે પુરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક લો અને વિટામિન-સીથી ભરપુર ફળો અને શાકભાજી ખાઓ અને વધુ કેલરીવાળા ખોરાકનું સેવન કરો.

(4:55 PM IST)