<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd December 2024

રાજકોટ શ્રીરામ કથામાં પુ મોરારીબાપુના હસ્‍તે પાર્થ કોટેચાની બુકનુ વિમોચન

રઘુવીર સેનાના સુપ્રીમો અને જૂનાગઢના   પૂર્વ ડેપ્‍યુટી મેયર ગિરિશભાઇ કોટેચાના પુત્ર પાર્થ કોટેચા કે જેઓ જૂનાગઢ નોબલ યુનિવસર્સીટી ના એસોસીએટ વાઇસ પ્રેસીડેન્‍ટ છે તેમણે ગેજરાતીમાં જતા પહેલા જીવી લઇએ  જે બુક લખી છે તે બુકનું વિમોચન પુ બાપુ એ વ્‍યાસ પીઠ પર થી કર્યુ હતું અને પાર્થ કોટેચાને બાપુ આર્શીવાદ પાઠવી પાર્થને આ મોટીવેશનલ બુક લખવા બદલ અભિનંદન પાઠવેલ અને પુ બાપુ એ જણાવેલ કે આ છોકરો પાર્થે તેનું પુસ્‍તક લઇ તલગાજરડા આવેલ અને કહ્યું કે મારી કવિતા ગજલ વ્‍યાસ પીઠ પર થી આપ અર્પણ કરે તેવો ભાવ વ્‍યક્‍ત કરેલ મે કિધુ લઇ  આવજે બેટા આજે તેનો ભાવ પૂર્ણ થયો છે આ તકે ગિરીશભાઇ કોટેચા એ પણ પૂ  બાપુના આશિર્વાદ પ્રાપ્ત કરતા તસ્‍વીર માં નજરે પડે છે.(અહેવાલ વિનુ જોષી તસ્‍વીર મૂકેશ વાઘેલા)

(4:48 PM IST)