News of Monday, 2nd December 2024
પૂ. રાજેશમુનિજી મ.સા.ની નિશ્રામાં બાળ મુમુક્ષુ હેતકુમાર ગુરૂવારે સંયમ ગ્રહણ કરશે
જામનગર ખાતે તા. પના રોજ દિક્ષા મહોત્સવઃ સવારે ૯:૩૦ કલાકે મહાભિનિષ્કમણ યાત્રા ‘‘અકિલા'' કાર્યાલય ખાતે શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિના સભ્યોએ પ્રવજયા અંગે માહિતિ આપી

જામનગર ખાતે ગુરૂવારે યોજાનાર બાળમુમુક્ષુ હેતકુમાર નિતીનભાઇ તુરખીયા (ઉ.વ.૧૩) ના દિક્ષા મહોત્સવ પ્રસંગે ઉપરોકત તસવીરમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિધ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટના સર્વશ્રી રાજુભાઇ બાવીશી, પરાગભાઇ કોઠારી, પ્રશાંતભાઇ શેઠ, રજનીભાઇ દોશી તથા પરેશભાઇ કોઠારીએ દિક્ષા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવી મહામંત્ર નવકાર મંત્રની ફ્રેમ આપતા દર્શાય છે, જયારે નીચેની તસ્વીરમાં સમગ્ર મહોત્સવની રૂપરેખા વર્ણવતા આગેવાનો દેખાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૭.ર૯)
રાજકોટ તા. રઃ જૈનોના ૨૪મા તીર્થંકર શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ અનંતી કળપા કરી જગતના સર્વ જીવોને સુખી થવાનો ઉત્તમ માર્ગ બતાવેલ છે. સંસારનો સર્વથા ત્યાગ કરી બધા જ પાપોને મનથી, વચનથી અને કાયાથી કરવાનો, કરાવવાનો અને કોઈ પાપ કરતું હોય તો તેને સારું માનવાનો જીવનભર ત્યાગ કરી વિશિષ્ટ વ્રત-નિયમો ધારણ કરીને ભગવાનની આજ્ઞા મુજબ જ હવે પછીનું આખું જીવન સંયમિતરૂપે જીવવાનું હોય છે, જેમને જૈન ભાગવતી દીક્ષા કે સંયમ ગ્રહણ કહે છે. ચિ. હેતકુમાર નીતિનભાઈ તુરખીયા (ઉ.વ.૧૩) ગોંડલ સંપ્રદાયના ચારિત્રનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુભગવંત બાલબ્રહ્મ ચારી શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબના શુભ સાનિધ્યમાં તા. ૫ ડિસેમ્બર, ગુરુવારના રોજ જૈન દીક્ષા ગ્રહણ કરવા માટે થનગની રહ્યા છે. નિર્દોષ સંયમ જીવનનું પાલન તો જેમણે શરીર અને સુખ-શીલિયાપણું છોડેલ હોય. સંસારમાં સુખ નથી એ સમજાઈ ગયું હોય એ મહા ઉદ્ધયમી આત્મા જૈન દીક્ષા ગ્રહણ કરે છે.
આપણા મહાન ભાગ્યોદયે આપણને મનુષ્યભવ મળ્યો, આર્ય ક્ષેત્ર અને ઉત્તમ કુળ મળ્યું, પરંતુ મનુષ્ય જન્મને સફળ કરવા માટેનો સાચો પુરુષાર્થ તો અત્યંત અલ્પ આત્માઓ જ કરતાં હોય છે. આવો જ ભવ્ય અને ભગીરથ પુરુષાર્થ કરવા માટે ચિ. હેતકુમાર ૧૩ વર્ષની નાની ઉંમરમાં ઉદ્યમવંત થયા છે. જે જીવ જાગે છે તે જીવ સંસારને જરૂર ત્યાગે છે. મહાન આત્માઓ મહાત્મા બનવા ઉદ્યમવંત થાય છે. વીરપ્રભુએ પ્રકાશેલા ઉત્તમ સંયમ માર્ગને પ્રાપ્ત કરવા ચિ. હેતકુમાર જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરવા થનગની રહેલા છે.
દીક્ષાર્થીએ પોતાના ભાવો રજુ કરતા જણાવેલ કે, રાત'દિ મેં સેવ્યા વિરતિના વિચાર, મેં નજરે નિરખ્યા શ્રમણોના આચાર. હવે જાગી રે મનમાં એક જ પ્યાસ જિનાજ્ઞાનો પથ, મારો સંયમ મનોરથ; છકાયને અભયનો પથ, મારો સંયમ મનોરથ; સમર્ણપણતાનો પથ; મારો સંયમ મનોરથ; મુક્તિ સુખનો પથ, મારો સંયમ મનોરથ; પૂર્ણ શ્રદ્ધાનો પથ, મારો સંયમ મનોરથ; સદા સમાધિનો પથ, મારો સંયમ મનોરથ, મારો સંયમ મનોરથ...
દીક્ષા મહોત્સવની મંગલમય ઘડીએ શુદ્ધ સંયમ માર્ગને અનુમોદવા, વિશાળ સંત-સતીવળંદના દર્શન-વંદન-વ્યાખ્યાન તથા માંગલિક શ્રવણનો અનુપમ લાભ લેવા, દીક્ષાર્થીના તેજ ને નિહાળવા, સંયમ વિધિના પ્રત્યક્ષ સાક્ષી બનવા તેમજ શ્રી જૈન શાસનની શોભામાં અભિવળદ્ધિ કરવા સમસ્ત શ્રીસંધ, જૈન-જૈનેતર આદિ સર્વે જૈન શાસનપ્રેમીઓને સહ-પરિવાર પધારવા ભાવભર્યું નિમંત્રણ શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંરક્ષક સમિતિ-રાજકોટે પાઠવેલ છે.
આ પ્રસંગે દીશા દાતા પૂજ્ય ગુરુભગવંત ગોંડલ ગચ્છ આધ્યસ્થાપક ગચ્છાધિપતિ આચાર્ય ૧૦૦૮ બા.બ્ર. પરમ પૂજ્યશ્રી ડુંગરસિંહજી સ્વામીના પાટાનુપાટ બહુશ્રુત આચાર્ય ભા.બ્ર. પરમ પૂજ્યશ્રી જશાજી સ્વામી પાટાનુપાટ સ્થવિર ગુરુદેવ પરમ પૂજયશ્રી પ્રેમચંદજી મહારાજસાહેબ શિષ્યરત્ન અનંત ઉપકારી ચારિત્રનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુભગવંત બા.બ્ર. શ્રી રાજેશમુનિજી મહારાજસાહેબની નિશ્રામાં ‘શ્રી ડુંગરગુરુરાજપ્રવજ્યા પટાંગણ', એમ. પી. શાહ કોલેજ, ૭ રસ્તા, જામનગર ખાતે તા. પ ને ગુરુવારે સવારે ૧૦.૩૦થી દિક્ષા વિધી શરૂ થશે.
જયારે મહાભિનિષ્કમણ યાત્રા તા. ૫ ને ગુરુવારે સવારે ૯.૩૦ સંઘમાતા ‘હેમલતાબેન શાહ'ના નિવાસ સ્થાન ‘ખૂશ્બુ વાડી'થી દીક્ષા ભૂમિ (એમ. પી. શાહ કોલેજ) પ્રયાણ કરશે. દીક્ષા મહોત્સવમાં શ્વેત-સાદા વષાોમાં પધારી પ્રસંગની શોભા વધારશો. દીક્ષા મહોત્સવમાં દેશ-વિદેશથી હજારો ભાવિકો પધારશે અને માઈક- લાઉડ સ્પીકર ન હોવાથી સંપૂર્ણ મૌન પૂર્વક દીક્ષા અનુમોદના કરવા શ્રીસંઘે અપીલ કરેલ છે.
દીક્ષા મહોત્સવ માટે શ્રી સ્થા. જૈન ચાંદી બજાર મોટા સંઘ- જામનગરના શ્રાવક-શ્રાવિકાજીઓ અનેરા ઉત્સાહ અને ઉમંગથી સેવા આપી રહેલ છે. શ્રી ગોંડલ સંપ્રદાય સ્થા. જૈન સિદ્ધાંત સંસ્થક સમિતિ-રાજકોટના સ્થાપક સભ્યો રમેશભાઈ વિરાણી, પંકજભાઈ શાહ, શ્રી દિલીપભાઈ સખપરા, શ્રી પરેશભાઈ પટેલ, પ્રતિકભાઈ કામદાર આદિ જૈન સમાજના અગ્રણીઓ સંયમ અનુમોદનાનો લાભ લઈ રહેલ છે. તેમ શ્રી સમિતિ સહપ્રમુખ પરેશભાઈ પટેલે જણાવેલ છે.
(4:49 PM IST)










