News of Monday, 2nd December 2024
શહેર એસઓજીએ ૧૧ કિલો ગાંજા સાથે ચેતન સમેચાને પકડ્યો: પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ હરિયાણી અને ટીમની કામગીરી: ઉપેન્દ્રસિંહ ઝાલા તથા વિરદેવસિંહ જાડેજાની બાતમી

રાજકોટ: શહેર એસઓજીએ વધુ એક વખત માદક પદાર્થ ગાંજા સાથે એક શખ્સને પકડી લીધો છે. શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ- વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કડક કાયૅવાહી કરવા સુચના મળી હોઇ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા તથા પો.કોન્સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી પરથી જુબેલી ગાર્ડનની બાજુમાં બી.આર.ટી.એસ.ના બસ સ્ટેન્ડ પાસે ફુટપાથ ઉપથી ગાંજાના જથ્થા સાથે ચેતન ભરતભાઇ સમેચા દેવીપુજક (ઉ.વ.૨૧ ધંધો.છુટક મજુરી રહેવાસી. નહેરૂનગર શેરી નં-૪/૫ નો ખુણો માલધારી ચોક ગોકુલ પાનના ગલ્લાની બાજુમાં રાજકોટ.)ને પકડી મોબાઈલ ફોન, તથા રૂ. ૧,૧૯,૫૦૦ના ૧૧.૯૫૦ ગ્રામ ગાંજો સાથે પકડી લીધો છે.
આ કામગીરી
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહીલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયાનીં સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.જાડેજા તથા પો.સબ ઇન્સ. એન.વી.હરીયાણી તથા એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ ઝાલા, પો.હેડ.કોન્સ. તથા અરૂણભાઇ બાંભણીયા તથા ઉપેન્દ્રસિંહ જયવીરસિંહ ઝાલા તથા જયદીપસિંહ ખુમાનસિંહ તથા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ વિરદેવસિંહ વિક્રમસિંહ તથા મુકેશભાઇ દેવદાનભાઇ તથા ડ્રાઇવર પો.હેડ.કોન્સ શ્યામભાઇ સગરામભાઇ તથા ડ્રાઇવર લોકરક્ષક દિવ્યરાજસિંહ કિશનસિંહ રહેવર સહિતે કરી હતી. પ્રાથમીક પરીક્ષણ કરી અભિપ્રાય એફ.એસ.એલ. અધિકારી કે.એમ.તાવીયાએ આપ્યો હતો.
(9:32 PM IST)










