તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Monday, 2nd December 2024
રાજકોટ ખાતે માનસ સદભાવના રામકથામાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસવાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ પરિવાર નું સદભાવના ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું
સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપીને સન્માનિત કર્યા

ધોરાજી:-રાજકોટ ખાતે માનસ સદભાવના રામકથામાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસવાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ પરિવાર નું સદભાવના ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું
રાજકોટ ખાતે સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ "વૃદ્ધાશ્રમ " દ્વારા રાજકોટ રેસકોર્સ ખાતે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય મોરારી બાપુ ના કંઠસ્થ રામ કથા ના છેલ્લા દિવસે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ પરિવાર નું સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા
તેમજ નવનિર્માણ પામનાર વૃધ્ધાશ્રમ માટેનું શીલા પૂજન નો તેમજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના સંરક્ષક પૂજ્ય પરમાત્માનંદ જી મહારાજ તેમજ ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા તેમજ મઢડા સોનલ આઈ માતાજીના પૂજ્ય દાદાબાપુ હાસ્ય કલાકાર જીતુભાઇ દ્વારકાવાળા હકાભા ગઢવી વિગેરે કલાકારો સંતો મહંતો નો લાભ પ્રાપ્ત થયો હતો
(9:52 PM IST)










