તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
બૌધ્ધગુફા પાસે ૧પ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલ પ્રવાસન સ્થળમાં પ્રવાસન વિભાગ દ્વારા બની ગયેલા ૧ર રૂમો તોડયા બાદ હવે કઇ સુવિધા અપાશે?
પહેલા સુવિધા આપવામાં આવી પછી એ છીનવી લેવાઇ : ઉતરવાના રૂમ, પ્રાર્થના હોલ, લાયબ્રેરી, ભોજનાલયની વ્યવસ્થા સાથેનું, પ્લાન મુજબના પ્રવાસન સ્થળનો લાભ પ્રવાસીને મળે તે જરૂરી છે : પરેશ પંડયા :બૌધ્ધ સ્થાપત્યની આકર્ષક ડિઝાઇન મુજબ બનાવવામાં આવેલ સંકુલમાં હવે ત્રણ હજાર ચો.ફુટના પાંચ હોલ રહયાં, તેનો હવે શું ઉપયોગ કરાશે ?

રાજકોટઃ રાજય સરકાર પ્રવાસનને વેગ આપવા રાજયમાં સુવિધાજનક પ્રવાસન સ્થળ બનાવવા કરોડો રૂપીયા મંજુર કરે છે. ત્યારે પ્રવાસન વિભાગ દ્વારાા અપાયેલ સુવિધા છીનવી લેવાનું થાય તેવો નિર્ણય શા માટે લેવામાં આવી રહયો હોવાનો એક વેધક સવાલ પરેશ પંડયા મો.૯૮રપર ૧૮૯૦૩ દ્વારા પુછવામાં આવ્યો છે.
પ્રાચીન સંસ્કૃતિ બચાવવા, તેનો પ્રચાર કરવા, તેના વિસ્તારનો વિકાસ થાય, તે માટે છેલ્લા અઢી દાયકા થયા સક્રિય ભૂમિકા બજાવતી સંસ્થા શ્રી જયાબહેન ફાઉન્ડેશનના પરેશ પંડયા બૌધ્ધગુફા ખંભાલીડા પાસે બની રહેલ પ્રવાસન સ્થળ માટે પ્રવાસન વિભાગ દ્વારા થયેલ કાર્યવાહીનો વિરોધ કરતા જણાવે છે કે, શ્રી જયાબહેન ફાઉન્ડેશનની માંગણી બાદ, રાજયના પ્રવાસન મંત્રી જયનારણભાઇ વ્યાસ દ્વારા બૌધ્ધગુફા, ખંભાલીડા પાસે ૧ર ઉતરવાના રૂમ, વિશાળ પ્રાર્થના-ધ્યાન ધરવાનો હોલ, પુસ્તકાલય, ભોજનાલય ધરાવતું વિશાળ સંકુલ, તેર હજાર ચોરસ વાર જગ્યામાં ત્રણ હજાર ચોરસફુટના એક એવા પાંચ બિલ્ડીંગ બૌધ્ધ સ્થાપત્યની ડીઝાઇન મુજબ બનાવવાનું મંજુર કરવામાં આવ્યું. જેનું ખાતમુર્હત પ્રાચીન સંસ્કૃતિ અને કુદરતી સૌદર્ય ધરાવતી બૌધ્ધગુફાથી ૩૦૦ મીટર દુરના સ્થળે તત્કાલીન નાણામંત્રી વજુભાઇ વાળાના હસ્તે માર્ચ-ર૦૧૧માં થયું, કલેકટરશ્રી રાજકોટ આ સુંદર પ્રોજેકટને સાકાર કરવા કાર્યરત હતા. ખુબ સુંદર પાંચ બિલ્ડીંગનું માળખું બની ગયા બાદ, આગળની કાર્યવાહી થંભી ગઇ, શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા ફરી સતત રજુઆતો કરવામાં આવતા, પાંચ વર્ષ બાદ તત્કાલીન પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી અને તાત્કાલીક જરૂરીયાત મુજબ પ્રોજેકટ પુરો કરવા વધારે પૈસા મંજુર કરી આગળની કામગીરી કરવા પ્રવાસન વિભાગને કાર્ય સોપી પ્રવાસનને વેગ આપવા ખુબ જરૂરી નિર્ણય લીધો.
રાજયના પ્રવાસન વિભાગે પ્રવાસન સ્થળનું બાકી રહેલ કાર્ય આગળ ધપાવવા કાર્યવાહી શરૂ કરી, આヘર્યજનક રીતે કોઇ અકળ કાારણોસર બૌધ્ધગુફા પાસે બની રહેલા પ્રવાસન સ્થળમાં પ્રવાસીઓને ઉતરવાની સુવિધા માટે બનાવવમાં આવેલ ૧ર જેટલા રૂમ તોડી પાડવામાં આવ્યા, પરીણામે બની રહેલ પ્રવાસન સ્થળમાં ૩૦૦૦ સ્કવેર ફુટના પાંચ વિશાળ હોલ માત્ર અસ્તિત્વમાં આવ્યા, બારી બારણા લગાવી કાર્ય પુરૂ કરવમાં આવ્યું. લગભગ ચાર માસ થયાા આ કેમ્પસ તૈયાર છે.
પરેશ પંડયા જણાવે છે કે, સરકાર પ્રવાસનને વેગ આપવા, પ્રવાસીઓને સુવિધા આપવા, રહેવા-જમવા-મેડીટેશન માટે રૂપીયા ૧પ કરોડ જેટલો ખર્ચ કરે છે. પણ પ્રવાસન વિભાગે કેમ પ્રવાસીઓને મળતી સુવિધા છીનવી લેવાનો નિર્ણય લીધો ? હવે ત્યાં શુ બનાવવામાં આવશે? કંઇ સુવિધા આપવામાં આવશે?
સુવિધા અંગે પ્રવાસન વિભાગને પુછવામાં આવતા આヘર્યજનક લેખીત જવાબ મળ્યો કે કલેકટર, રાજકોટ દ્વારા અધુરી રહેલી કામગીરી પ્રવાસન વિભાગે પુરી કરેલ છે. હવે પ્રવાસન સ્થળ કલેકટર, રાજકોટને સોપી દેવામાં આવશે. હવે તેની જાળવણી અને નીભાવણી તેઓ દ્વારા થશે.
જો પ્રવાસન વિભાગની જવાબદારી કલેકટર, રાજકોટ દ્વારા કેલ કાર્ય પુરૂ કરવાની જ હોય તો, રાજકોટ કલેકટરી દ્વારા પ્રવસીઓની સુવિધા માટે બનાવવામાં આવેલ ૧ર રૂમ કેમ પ્રવાસન વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા? રૂપીયા ૧પ કરોડનો ખર્ચ પ્રવાસનને વેગ આપવા, પ્રવાસીઓને સુવિધા આપવા કરવામાં આવેલ, શું બાર રૂમ તોડી પાડવાથી પ્રવાસીઓને સુવિધા હવે વધશે?
પરેશ પંડયા ભારપુર્વક માંગણી કરે છે કે બૌધ્ધગુફા ખંભાલીડા પાસે બનેલ પ્રવાસન સ્થળમાં પ્રવાસીઓ માટે પહેલા નકકી કરેલ બધીજ જે જરૂરી છે તે સુવિધા પ્રવાસીઓને મળતી રહે તે માટે તાત્કાલીક યોગ્ય પગલા ભરવા જોઇએ.
ઉપરાંત આશે ૩૦૦૦ ચો.ફુટના એક એવા કુલ પાંચ બિલ્ડીંગની સફાઇ માટે સફાઇ કામદારો, સંપુર્ણ કેમ્પસની રક્ષા કરવા ર૪ કલાકના ચોકીદારો, માળી, વહિવટી સ્ટાફની નિમણુંક તાત્કાલીક કરવી જોઇએ. બારી-બારણા તકલાદી છે તેને સુધારવા જોઇએ. આ અંગે રાજય સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરીશ્રી સમક્ષ લેખીત માંગણી કરવામાં આવેલ છે.
રાજય સરકર દ્વારા બનાવવામાં આવેલ, બૌધ્ધ સ્થાપત્યની ડિઝાઇન મુજબના આ ધ્યાનાકર્ષક પ્રવાસન સ્થળ અંગે ભારત સરકારના વડાપ્રધાનશ્રી, રાજયના મુખ્યમંત્રીશ્રી, રાજયના પ્રવાસન વિભાગના મંત્રીશ્રી, નેતાશ્રી વિધાનસભા કોંગ્રેસ પક્ષ, કલેકટરશ્રી, રાજકોટને પણ જાણકારી આપવામાં આપેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. (૩૬.૪)
(2:50 PM IST)










