<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

કમિશનર રજા ઉપર : ચાર્જ કોઇને નહિ : ફાઇલોના ઢગલે ઢગલા

મ્‍યુનિ. કમિશનર ડી.પી.દેસાઇ લાંબી રજા પર જતાં ઇન્‍ચાર્જની જવાબદારી હજુ સુધી કોઇને નહિ : પદાધિકારીઓનું રહસ્‍યમય મૌન

રાજકોટ તા. ૩ : મ્‍યુનિ. કોર્પોરેશનની દશા દિવસેને દિવસે માઠી થતી જાય છે. કેમકે મ્‍યુનિ. કમિશનર દેવાંગ દેસાઇ પારીવારીક પ્રસંગના કારણે લાંબી રજા પર હોય ત્‍યારે ઇન્‍ચાર્જ તરીકે આજ સુધી કોઇ અધિકારીની નિમણુંક નહિ થતાં મ્‍યુનિ. કોર્પોરેશનનું તંત્ર રામભરોસે બન્‍યું હોવાનું લોબીમાં ચર્ચાય રહ્યું છે. આ બાબતે પદાધિકારીઓનું મૌન સુચક માનવામાં આવી રહ્યું છે.

મહાનગરપાલિકાના મ્‍યુનિ. કમિશનર ડી.પી. દેસાઈ પોતાના પારિવારીક પ્રસંગોપાત રજા ઉપર છે. ત્‍યારે તેમના સ્‍થાને ઈન્‍ચાર્જ તરીકે કલેક્‍ટરની નિમણુંક કરવામાં આવેલ ત્‍યાર બાદ આવેલ જનરલ બોર્ડની કામગીરી પણ ડેપ્‍યુટર કમિશનરની અધ્‍યક્ષતામાં કરવામાં આવી હતી. ત્‍યાર બાદ કમિશનર રજા ઉપરથી આવી જશે અને તમામ વિભાગની કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ જશે તેમ લાગતુ હતુ ત્‍યારે જ મ્‍યુનિસિપલ કમિશનરની કોર્પોરેશન ખાતે હાજર થવાના દિવસે જ ફરી વખત એક માસની રજા મુકી હોવાનુંસુત્રોએ જણાવ્‍યું હતું. જેના લીધે ખાસ કરીને હવે પછી પ્રસિદ્ધ થનારા તમામ પ્રકારના કામોના ટેન્‍ડરોમાં વિક્ષેપ આવ્‍યો છે અને વિભાગ દ્વારા ડિમાન્‍ડ મુકવામાં આવેલ ટેન્‍ડર પ્રક્રિયા હાલ અટકી પડી છે. જેની સામે ટાઉન પ્‍લાનીંગ વિભાગમાં આવેલ નવા બાંધકામોની ફાઈલો તેમજ અન્‍ય વિભાગ દ્વારા વિવિધ કામો માટે મ્‍યુનિસિપલ કમિશનરની મંજુરી તેમજ સહી ફરજિયાત હોય તેવા તમામ કામોની ફાઈલોના હાલ થપ્‍પા લાગી ગયાનું જાણવા મળેલ છે. તેવી જ રીતે કોઈ અધિકારીએ પોતાના વિભાગમાં થતી કામગીરી માટે સલાહ સુચન લેવાના હોય તે પણ અટકી જતાં હાલ મોટાભાગના વિભાગની કામગીરી મંદ ગતિએ ચાલી રહી છે. જેના લીધે અરજદારો રોજે રોજ કોર્પોરેશન કચેરીએ ધક્કાખાઈ રહ્યા છે. મહાનગરપાલિકાના કમિશનર રજા ઉપર જાય ત્‍યાર નિયમ મુજબ કલેકટર અથવા ડેપ્‍યુટી કમિશનરને ચાર્જ સોંપવામાં આવતો હોય છે. પદાધિકારીઓએ આ બાબતે કોઈ ધ્‍યાન આપ્‍યું નથી અને ઈન્‍ચાર્જ તરીકે નિમણુંક કરવા મુદદ્દે પણ ચૂપકીદી સેવી લીધી હોય તેવું વાતાવરણ કોર્પોરેશન કચેરીમાં જોવા મળી રહ્યું છે. હાલ મ્‍યુનિસપલ કમિશનર રજા ઉપર હોય કોર્પોરેશનનની તમામ પ્રકારની કામગીરીને બ્રેક લાગી હોય અથવા લગડધગડ ચાલતી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

(2:59 PM IST)