તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
કાલે કલેક્ટર કચેરીમાં એઈડ્સ અંગે અવેરનેસ-સેન્સીટાઈઝેશન કાર્યક્રમ

રાજકોટ, તા.૩: આર.ડી.એન.પી. પ્લસ (રાજકોટ ડીસ્ટ્રીક્ટ નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ એચ.આઈ.વી./એઈડ્સ) સંગઠન દ્વારા ‘વિશ્વ એઈડ્સ દિવસ' નિમિત્તે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અવેરનેસ એન્ડ સેન્સીટાઈઝેશન કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ આગામી તા. ૪ ડીસેમ્બર, ર૦ર૪ના રોજ જૂની કલેક્ટર કચેરીમાં બીજા માળે, પ્રાંત કચેરી રાજકોટ શહેર-૧, મિટીંગ હોલ ખાતે યોજાશે. જેનો મુખ્ય હેતુ એચ.આઈ.વી. ગ્રસ્ત પ્રત્યે સંવેદના રાખીને તેમની સાથે અવારનવાર થતાં ભેદભાવ અને તેમના પર લાગેલા કલંકને દૂર કરવાનો છે. તેમ જ તમામ વિભાગના અધિકારીઓને આ બાબતે જાગૃત કરીને એચ.આઈ.વી. ચેપને ઝીરો સ્તરે લાવવાનો છે, તેમ પ્રાંત અધિકારી શ્રી ડો.ચાંદની પરમારની યાદીમાં ઉમેરાયું છે.
(3:12 PM IST)










