તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
પીરવાડી પાસે બાઇકની ઠોકરે ચડતાં ઘવાયેલા ૬૫ વર્ષના ભાનુબેનનું મોત
ગણેશનગરમાં રહેતાં વૃધ્ધા શાપર કામ કરતાં હોઇ ત્યાંથી ઘરે જવા માટે ત્યારે રોડ ક્રોસ કરતાં હતાં ત્યારે બનાવ બન્યો હતોઃ વડગામા પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: ગોંડલ રોડ પીરવાડી પાસે લિજ્જત પાપડ નજીક રોડ પસાર કરી રહેલા ભાનુબેન ભીખુભાઇ વડગામા (ઉ.વ.૬૫) બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થાં સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
ભાનુબેન શાપર ખાતે કામ કરવા જતાં હતાં. ૩૦મીએ તેઓ કામ પુરૂ કરી શાપરથી પીરવાડી પાસે વાહનમાંથી ઉતરી રસ્તો ઓળંગી ઘર તરફ જતાં હતાં ત્યારે સર્વિસ રોડ પર બાઇકની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થઇ હતી. સારવારમાં મોત થતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. એચ. આર. સોલંકીએ કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ભાનુબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.
(4:53 PM IST)










