<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd December 2024

જય મા ઉમિયા...લોધીકાના જસવંતપુરમાં ઉમિયાધામ ખાતમુહુર્ત

શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન-રાજકોટ દ્વારા ૧૩ મીએ શુક્રવારે યોજાશે કાર્યક્રમઃભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ખાતમુહર્ત :બે એકર જગ્‍યામાં નાગર શૈલીથી મંદિરનું થશે નિર્માણઃ પિન્‍ક પથ્‍થરનો થશે ઉપયોગઃ લોખંડ, સિમેન્‍ટનો વપરાશ નહિં થાય :મંત્રીઓ ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા, પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલ, સૌરાષ્‍ટ્ર ગુજરાતના તમામ ઉમિયા માતાજી મંદિરના પ્રમુખો હાજર રહેશે

રાજકોટઃ જીલ્લાના લોધીકા તાલુકાના જશવંતપુર મુકામે શ્રીઉમિયા માતાજીનું ભવ્‍ય મંદિરનું નિર્માણ થનાર છે. આગામી ૧૩ ડિસેમ્‍બરના રોજ નિજ મંદિરનું ખાતમુર્હુત થનાર છે.

અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન, રાજકોટના પ્રમુખ અરવિંદભાઇ પટેલ(ફિલ્‍ડમાર્શલ), સંગઠન ચેરમેન નિલયભાઇ ડેડાણીયા અને યુવા સંગઠન પ્રમુખ ડેનીસભાઇ કાલરીયાએ જણાવેલ કે આગામી ૧૩ ડિસેમબરના રોજ લોધીકાના જસવંતપુર ખાતે ઉમિયાધામ ખાતમુર્હુતનો કાર્યક્રમ યોજાશે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ હસ્‍તે ખાતમુર્હુત થશે.

આ પ્રસંગે મત્રીઓ સર્વશ્રી ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઇ પટેલ, કુંવરજીભાઇ બાવળીયા તેમજ ઉમિયા માતાજી મંદિર-ઉંઝાના પ્રમુખ બાબુભાઇ પટેલ કાર્યક્રમના અધ્‍યક્ષ સ્‍થાને રહેશે. પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલ તેમજ સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ઉમિયા માતાજી મંદિરના તમામ પ્રમુખો હાજર રહેશે. કાર્યક્રમની સાથે ૧ર એકર જગ્‍યામાં રપ હજાર લોકો હાજર રહેશે. ભોજન પ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે. આગેવાનોએ વધુમાં જણાવેલ કે આ નિજ મંદિરમાં પિન્‍ક પથ્‍થર (બંસી પથ્‍થર)નો ઉપયોગ થશે. જયારે લોખંડ અને સિમેન્‍ટનો બીલકુલ ઉપયોગ કરવામાં આવશે નહીં. નાગર શૈલીથી મંદિરનું નિર્માણ થશે.

 જેની સાઇઝ ૧૩પ×૧રપ×૬પ ફુટ રહેશે એક તરફ રાધા કૃષ્‍ણ બીજી બાજુ શિવજી અને વચ્‍ચે ઉમિયા માતાજીનું મંદિર બનાવવામાં આવશે.તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન- રાજકોટના પ્રમુખ અરવિંદભાઇ પટેલ(ફિલ્‍ડમાર્શલ) સંગઠન ચેરમેન નિલયભાઇ ડેડાણીયા (મો.૯૪ર૮ર ૮ર૩૩૯) અને યુવા સંગઠન પ્રમુખ ડેનીસભાઇ કાલરીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા) (૩૯.૧૧)

મા ઉમિયા મંદિરના ખાતમુહુર્ત પ્રસંગે કાલે બાઇક રેલી

રાજકોટઃ સમાજના સર્વાંગી વિકાસ થકી શિક્ષિત, સશકત અને સંગઠિત સમાજ નિર્માણ જેવા ઉમદાહેતુથી રાજકોટની ભાગોળે (જસવંતપુર)ન્‍યારી નદીના કિનારે મા ઉમિયાના મંદિરનું ખાતમુર્હત ૧૩-૧ર ના રોજ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના વરદ હસ્‍તે થવા જઇ રહયું છે. આ થનગનાટને જાહેર કરવા અને માતાજીના વધામણાનો આનંદ ખાતમુર્હત પૂર્વે જાહેર જનતા વચ્‍ચે જાહેર કરવા માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ બાઇક રેલીમાં જોડાવવા માટે દરેક યુવાનોને આમંત્રણ અપાયું છે.

બાઇક રેલી પ્રસ્‍થાન સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ ખાતે કાલે બપોરે ર વાગે થી થશે જે વસંતવાટીકા ચોક, જયસરદાર ચોક, બાપાસીતારામ ચોક(જમણીબાજુ), ઉમિયા ચોક, ગોકુલધામ ગેટ, ગુરૂપ્રસાદ ચોક, સ્‍વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, મવડી ફાયર સ્‍ટેશન, માયાણી ચોક, રાજનગર ચોક, રૂદ્રાક્ષ એપાર્ટમેન્‍ટ, અમીનમાર્ગ(જમણી બાજુ), બાન લેબ તરફ, બાન લેબ, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ, મોકાજી સર્કલ, ન્‍યારી ફિલ્‍ટર પ્‍લાન્‍ટ, કાલાવાડ રોડ, જે.કે.ચોક, બી.ટી.સવાણી હોસ્‍પિટલ, શીલ્‍પન ઓનેક્ષ, નંદવિલેજ, પાટીદાર ચોક, રાજ પેલેસ, સાધુવાસવાણી રોડ, રવિરત્‍નપાર્ક, ઇન્‍દીરા સર્કલ, કોટેચા ચોક, ગેલેકસી ગાર્ડન (ડાબીબાજુ), સાનિધ્‍યા રપ૪, ગોલ કોઇનની બાજુમાં, ગોવિંદબાગ, દ્વારકાધીશ ચોક, અંબા માતાજી મંદિર, હેવન હાઇટસ, ફલોરા નેસ્‍ટ, ફલોરા પ્રાઇમ, અક્ષર પ્રાઇમ, અક્ષર પરિસર, ઇસ્‍કોન એમ્‍બિટો, વગળ ચોકડી, ટીલાળા ચોક, પાળ, ઉમિયાધામ(જસવંતપુર) ખાતે સમાપન થશે.

(3:38 PM IST)