News of Tuesday, 3rd December 2024
પૂરવઠાની ઝોનલ કચેરીમાં એજન્ટો વગર કામ થતા નથીઃ કલેકટરને મહિલાની ફરીયાદ

રાજકોટ, તા.૩: શહેરના એક અરજદાર સેજલબેન મકવાણાએ કલેકટરને પત્ર પાઠવી અધિકારી અને એજન્ટોની મીલીભગતના કારણે રાશનકાર્ડ-કેવાયસી મામલે પબ્લીક હેરાન થાય છે તેમ રજૂઆતો કરી છે.
પત્રમાં ઉમેર્યુ છે કે, જુની કલેકટર કચેરી ખાતેઆવેલી પુરવઠા ઓફિસમાં અરજદારો, વિધવા મહિલાઓ, મહિલાઓના કામ એજન્ટો વગર થતા નથી.
જવાબદાર અધીકારી કોઈ કામ કરતા નથી અને બહાર બેઠેલા એજન્ટોને મળો તમારૂ કામ થઈ જશે. જેથી અમો વિધવા મહિલા એજન્ટોને મળેલ હતા. જેઓએ અમોને અમારા કામના રૂા.પ૦૦૦/ કહયા હતા.
જે અમો વિધવા મહિલા આપી શકવા સક્ષમ નથી, એજન્ટ વગર કામ કરતા ન હોય જેથી આ અંગે ઘટતી કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.
(4:00 PM IST)










