News of Tuesday, 3rd December 2024
હાશ... શાંતિ... આજથી રેશનકાર્ડના ઇ-કેવાયસી અંગે બધુ શાંત થયું : ૩ કલાકમાં ધડાધડ ૨૦૦ લોકોની કામગીરી
કાલથી તમામ મામલતદાર કચેરીમાં પણ ઇ-કેવાયસી સેન્ટર શરૂ કરી દેવા કલેકટરના આદેશો

રાજકોટ તા. ૩ : રાજકોટની જૂની કલેકટર કચેરી ખાતે આવેલી પુરવઠા ઝોનલ કચેરી ખાતે K- KYC માટે છેલ્લા કેટલાય સમયથી લાંબી લાઈનો જોવા મળી રહી હતી. છેલ્લા એક અઠવાડિયાથી જુની કલેકટર કચેરી ખાતે આવેલ ઝોન કચેરી ખાતે ભારેની ભારે ભીડ જોવા મળી હતી, ગઇકાલે કલેક્ટરે તાકિદના પગલા ભરી કાર્યવાહી કરતા આજથી બધુ શાંત થયું છે. કલેકટરે મહત્વનો નિર્ણય લઇ મામલતદાર કચેરીઓ ખાતે પણ E- KYC સેન્ટર શરૂ કરવાની સૂચનાઓ આપી દિધી છે, આવતીકાલથી E- KYC માટેના સેન્ટર શરૂ થઇ જશે.
આજે જૂની કલેક્ટર કચેરી ખાતે આવેલ ઝોનલ કચેરીમાં ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો. માત્ર બે થી ત્રણ કલાકમાં જ ૨૦૦થી વધુ લોકોની E-KYC કરવામાં આવી હતી. અને બપોર થતા જ કચેરી ખાલી ખમ જોવા મળી હતી. ત્યારે આગામી દિવસોમાં પણ મામલતદાર કચેરી ખાતે E- KEYC કામગીરી શરૂ થતા ની સાથે જ જૂની કલેકટર કચેરી ખાતે લોકોની ટ્રાફિક સાવ ઓછી જોવા મળશે, તેમ અધિકારીઓ ઉમેરી રહ્યા છે.
(4:24 PM IST)










