તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd December 2024
પી.આઇ. પાદરીયાનો કેસ નહિ લડવાનો રાજકોટ બાર એસો.નો ઉતાવળે થયેલ ઠરાવ પાછો ખેંચાયો
૧૦૦ થી વધુ વકીલોની અરજી આવતા બાર એસો.એ ઠરાવ રદ કર્યો

રાજકોટ, તા.૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા જેન્તી સરધારા અને પાદરીયા વચ્ચેના ચાલતા વિવાદમાં પાદરીયા વતી કોઈએ વકીલ નહીં રોકાવાનો બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા ઠરાવ માં ૧૦૦ વધુ વકીલો દ્વારા આપવામાં આવેલી અરજી અનુસંધાને ગઈકાલે મળેલી બાર એસોસિયેશનની બેઠકમાં અગાઉના ઠરાવમાં કાચું કપાયાનું ધ્યાને આવતા ઠરાવને રદ કર્યો છે.વધુ વિગત મુજબ રાજકોટ બાર એસોસિએશન દ્વારા સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને પી.આઈ. સંજય પાદરિયા વચ્ચેની માથાકૂટમાં પાદરિયાના વકીલ કોઇએ રહેવું નહીઁ કરેલો ઠરાવ રદ કરવો પડ્યો છે.
શહેરના ૧૦૦થી વધુ વકીલોએ જયંતી સરધારા વકીલાત કરતાં ન હોવાના અને ઉદ્યોગપતિ હોવાના પુરાવા આપતા અંતે બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણીએ સોમવારે બપોરે ૧.૩૦ કલાકે તાકીદની કારોબારી સમિતિની બેઠક બોલાવી અગાઉ કરેલો ઠરાવ રદ કરવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. રાજકોટ બાર એસોસિએશનના ઇતિહાસમાં ઠરાવ રદ કરવો પડ્યો છે.
પુરાવા રજૂ કર્યા હતા કે જયંતી સરધારા પાસે વકીલાત કરવા માટે સનદ છે. પરંતુ તેઓ વકીલાત કરતાં નથી. જયંતી સરધારા ૮થી ૯ કંપનીના ડાયરેક્ટર છે અને ઉદ્યોગપતિ હોવાનું લખેલા પુરાવા રજૂ કર્યા હતા. આ ઉપરાંત જયંતી સરધારાએ એફઆઇઆરમાં ધંધામાં વકીલાત નહીં પરંતુ વેપાર લખાવ્યું હતું.
આથી તેમને વકીલ ગણીને બાર એસોસિએશને જે ઠરાવ કર્યો છે તે રદ કરવો જોઇએ. જેથી અગાઉનો ઠરાવ રદ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ ઘટના બનવા પામી હોવાનું રહ્યું છે.
(4:47 PM IST)










